- કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને કરવામાં આવી કામગીરી
- ગોંડલના નાયબ પોલીસ(police) અધિક્ષકના તાબા હેઠળના પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવી કામગીરી
- 10 પોલીસ સ્ટેશનની દ્વારા કરવામાં આવી કામગીરી
રાજકોટ: ગોંડલ ડિવિઝનના તાબા હેઠળ આવતા 10 પોલીસ સ્ટેશનો(police station)માં કોરોનાની ત્રીજી લહેર સામે ટકી રહેવા માટે ગોંડલના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ માસ્ક પહેરવા, જાહેરનામા ભંગ અને વાહનને લગતા 817થી વધુ કેસોની કાર્યવાહી છેલ્લા 3 દિવસમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ દાહોદમાં જાહેરનામા ભંગની 1600થી વધુ ફરિયાદ નોંધાઈ
પોલીસ દ્વારા આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવાની આપવામાં આવી ચેતવણી
ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની આવનારી ત્રીજી લહેરની સામે ટકી રહેવા તકેદારી ખૂબ જરૂરી છે. તેના ભાગરૂપે જિલ્લા પોલીસવડાના આદેશથી ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક હેઠળ આવતા 10 પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં માસ્કના 493, જાહેરનામા ભંગના 225 અને વાહનના 99 કેસ મળી કુલ 817 કેસ નોંધવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ બાબતે વધુમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી.