20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી અમિત જેઠવાની હત્યા કરી નાખી હતી. આ કેસમાં હાલમાં થોડા સમય પહેલા હત્યાના તમામ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે હવે આ કેસમાં સાક્ષી રહેલા વ્યક્તિને મોબાઈલ ફોન પર ધમકી મળતી હોવાની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. ધમકી આપનારો આ શખ્સ ધ્રાંગધ્રાં તાલુકાના કોંઢ ગામનો રહેવાસી છે. જેની ગોંડલ પોલીસે ધરપકડ કરી છે.
કોડીનારના અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી અને આરટીઆઇ એક્ટિવિસ્ટ રામ હરજી સોલંકી રહે. દામલી તાલુકો કોડીનારના ગત તારીખ 11ના અમદાવાદ હાઈકોર્ટથી કોડીનાર તરફ આવી રહ્યા હતા, અને ગોંડલ આશાપુરા ચોકડી પાસે પહોંચ્યા ત્યારે યુવરાજસિંહ કનુભાઈ ચૌહાણે મોબાઈલ ફોન પર ધમકી આપતા કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદ ગોંડલ પોલીસને સોંપતા ગોંડલ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન રામાનુજે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.