ETV Bharat / state

ગોંડલના સંગીત શિક્ષક ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા, ઓનલાઈન 49 હજારની છેતરપિંડી - Gondal News

ગોંડલ તાલુકાના ભોજરાજપરા ખાતે આવેલા અંબિકાનગરમાં રહેતા સંગીત શિક્ષક ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા છે. તેમ છતાં બેન્ક અધિકારીઓ દ્વારા પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા મામલો સાયબર ક્રાઈમ ઓફિસે પહોંચ્યો છે.

xz
zx
author img

By

Published : Sep 18, 2020, 9:49 AM IST

ગોંડલઃ ગોંડલ તાલુકાના ભોજરાજપરા ખાતે આવેલા અંબિકાનગરમાં રહેતા સંગીત શિક્ષક ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા છે. તેમ છતાં બેન્ક અધિકારીઓ દ્વારા પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા મામલો સાયબર ક્રાઈમ ઓફિસે પહોંચ્યો છે.

cvc
ગોંડલના સંગીત શિક્ષક
સાઈબર ક્રાઈમનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ઓનલાઈનના આ જમાનામાં ફ્રોડ કેસ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. અલગ અલગ તરકીબો અજમાવી લોકોને છેતરવામાં આવે છે. આવી જ એક છેતરપિંડીનો ભોગ ગોંડલ સંગીત કલાસ ચલાવતા ઉમંગ દુર્લભભાઈ ઘોણીયા બન્યા છે. તેમના એક વિદ્યાર્થી દ્વારા ફોન પે નામની એપ્લિકેશન દ્વારા રૂપિયા 2000 ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતા. પરંતુ તે પૈસા તેમના ખાતામાં જમા થયા ન હતાં. તેથી તેમણે યુનિયન બેન્ક, એસબીઆઈ બેંકે પણ જઈ મદદ માગી પણ ત્યાં કોઈ નિકારણ આવ્યું નહતું.

આખરે ફોન પે ના કસ્ટમર નંબર ઉપર ફરિયાદ લખવતા થોડા સમય પછી કોઈ અન્ય નંબરમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ટેક્નિકલ ભૂલના કારણે તેમનું પેમેન્ટ અટક્યું છે તેવું કહી તમામ બેન્ક માહિતી પૂછી એની ડેષ્કની મંજૂરી લઈ લીધી હતી. તેની થોડી જ ક્ષણમાં શિક્ષક ઉમંગ ભાઈના ખાતામાંથી રૂપિયા 49449 ટ્રાન્સફર થઈ ગયા હતાં. આ અંગે બેન્કને જાણ કરાઈ હતી પરંતુ બેન્કની ઢીલી નીતિના કારણે ટ્રાન્સફર અટક્યું ન હતું. આ સમગ્ર મામલો ઓનલાઈન છેતરપિંડી હોવાનું સામે આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.