ગોંડલ ન્યાય એ જ કલ્યાણ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ સખીયા, સેક્રેટરી દિનેશભાઈ પાતર, વિક્રમસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગોંડલ એમ. બી. કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવાના લેવાયેલા તઘલખી નિર્ણય સામે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.
આવેદનપત્રમાં માગ કરાઈ છે કે, એમ. બી. કોલેજમાં ડમી પરીક્ષાર્થી કાંડમાં કોલેજના જવાબદાર વ્યક્તિઓની બેદરકારી સામે આવી હતી. યુનિવર્સિટીએ જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે પરીક્ષા કેન્દ્ર રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને મનસ્વી ગણાવી તેને પરત લેવાની માગ કરાઈ છે. જો આ અંગે 15 દિવસમાં યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ચોક્કસ પગલા ન લેવાય તો અરજદારે ગાંધી માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.