રાજકોટઃ કોરોના વાઇરસ મહામારી વચ્ચે સોમવારે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ગોંડલમાં પંચવટી સોસાયટી ખાતે આવેલા પાપહારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે સાદગી સાથે ઉજવણી કરવામાં આવી હતી.
હાલ દેશમાં ચાલી રહેલા લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના ચુસ્ત પાલન સાથે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી હતી. મંદિરના પુજારીએ પૂજા અર્ચન કરીને ગણેશજીને મોદકનો થાળ ધર્યો હતો અને મંત્રોચ્ચારથી ભક્તોને આશિર્વાદ પાઠવ્યા હતા.