- ધોરાજી અને ગોંડલ શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
- પોલીસે આડેધડ વાહન પાર્કિંગ કરેલા વાહનોને દંડ ફટકાર્યો
- લાયસન્સ વગરના અને નંબર પ્લેટ વગરના વાહનચાલકને દંડ
રાજકોટ : હાલ કોરોના મહામારી અને દિવાળીના તહેવારને લઈને ટ્રાફિકથી ધમધમતા ગોંડલ અને ધોરાજી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગોંડલ પોલીસના PI એસ.એમ.જાડેજા, PSI બી.એલ.ઝાલા, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ, ડી સ્ટાફ સહિતના પોલીસ અધિકારી સાથે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ફૂટ માર્ચ હાથ ધરવામાં આવી હતી. નાની મોટી બજાર - ગુંદાળા શેરી, બસ સ્ટેન્ડ રોડ, કડીયા લાઈન, ગુંદાળા રોડ, વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ, સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
ગોંડલ શહેરમાં આડેધડ પાર્કિંગને લઈને વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. લાયસન્સ વગરના અને નંબર પ્લેટ વગરના બાઈક અને કાર ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.