- જેતપુરમાં સોની વેપારીની આંખમાં મરચું છાંટી છરીની અણીએ લૂંટ
- અજાણ્યા બાઇક સવારોએ 700 ગ્રામ સોનું અને રૂપિયા 2 લાખ રોકડની લૂંટ ચલાવી
- વેપારીને ઇજા થતા સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
રાજકોટઃ જિલ્લામાં જેતપુરના નાના ચોક સોની બજારમાં મંગળવારે સવારે ધોળા દિવસે બે અજાણ્યા બાઇક સવારોએ સોની વેપારીની આંખમાં મરચું છાંટીને લૂંટ કરી હતી. અજાણ્યા શખ્સોએ છરીની અણીએ થેલામાં રહેલા 700 ગ્રામ સોનું અને રૂપિયા 2 લાખની રોકડની લૂંટ ચલાવી હતી.
પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
આ ઘટનામાં ભોગ બનનારા સોની વેપારીને પગમાં ઇજા થતા સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર ઘટનાને લઈને રાજકોટ SP બલરામ મીણા સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.