રંગીલા રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા આ સમસ્યાઓ મહદઅંશે હળવી થાય તે માટે અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેને લઈને સોમવારે હેમુગઢવી હોલ ખાતે ટ્રાફિક જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજકોટની નામાંકિત સંસ્થાઓના પદાધિકારીઓ, સિનિયર સીટીઝન તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખાસ સેમિનારમાં નાગરિકો દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પોલીસે પણ શહેરમાં કેવી રીતે ટ્રાફિકની સમસ્યાઓમાં ઘટાડો કરી શકાય તે માટે નાગરિકો પાસે સૂચનો માંગ્યા હતા.