ETV Bharat / state

Ganeshotsav 2023:  ગણેશજીની મૂર્તિના ઓર્ડર આપ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું ! - ગણેશ મહોત્સવના આયોજન સ્થળ

ટૂંક સમયમાં ગણેશ ભક્તોનો પ્રિય તહેવાર આવી રહ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ગણેશ મહોત્સવ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા રાજકોટમાં ગણેશ મહોત્સવના આયોજકો અને મૂર્તિકારો સાથે બેઠક યોજવામાં આવી હતી. પરંતુ આ જાહેરનામું આવ્યા બાદ ગણેશ મહોત્સવના આયોજકોમાં બારે અસમંજસ સર્જાઈ છે. જાણો શું છે આ વર્ષે ગણેશ મહોત્સવનું જાહેરનામું અને શા માટે આયોજકો ચિંતામાં મૂકાયા છે.

Ganpati Mahotsav 2023
Ganpati Mahotsav 2023
author img

By

Published : Aug 4, 2023, 10:04 PM IST

ગણેશજીની મૂર્તિ બનાવના ઓર્ડર આપ્યા બાદ રાજકોટ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું !

રાજકોટ : આગામી દિવસોમાં ગણેશ મહોત્સવનો તહેવાર યોજાનાર છે. હવે આ મહોત્સવને એક થી દોઢ મહિના જેટલો સમય બાકી છે. એવામાં રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પોલીસ કમિશનરે શહેરમાં મોટા ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોને ગણેશજીની મૂર્તિ નવ ફૂટની રાખવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની ના હોવી જોઈએ તેવું પણ જણાવાયું છે. જ્યારે ગણેશ મહોત્સવના આયોજન સ્થળે પણ સીસીટીવી કેમેરા અને પૂરતા પ્રમાણમાં સિક્યુરિટી ગાર્ડ હોવા જોઈએ.

ગણેશોત્સવ અંગે જાહેરનામું : રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામા મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજકોટમાં ગણેશ મહોત્સવનું વિશાળ આયોજન કરવામાં આવનાર છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા રાજકોટમાં ગણેશ મહોત્સવના આયોજકો અને માટીની મૂર્તિ બનાવનાર મૂર્તિકારો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે વખતો વખત જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જ્યારે આ બેઠકમાં તેની સમજ આયોજકો અને મૂર્તિકારોને આપવામાં આવી હતી.

મૂર્તિના ઓર્ડર : પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં કરવામાં આવેલ જાહેરનામાંની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા હવે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ આયોજનકર્તાઓ અગાઉ જ મૂર્તિના ઓર્ડર આપી દીધા છે. જેને લઇને થોડી અસમંજસતા સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં નાના મોટા થઈને અંદાજિત 10,000 કરતા વધુ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે.

આ બેઠકમાં તમામ લોકોને પોલીસ કમિશનર દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે, ગણેશ મહોત્સવની જે મૂર્તિ બને તે માટેની મૂર્તિ બનાવવામાં આવે. આ મૂર્તિ બનાવવામાં કેમિકલ કલરના બદલે નેચરલ કલરનો ઉપયોગ થાય. મૂર્તિને નવ ફૂટથી વધુ ઊંચી રાખવામાં ન આવે આ પ્રમાણેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.-- પાર્થરાજસિંહ ગોહિલ (DCP, ક્રાઈમ બ્રાન્ચ)

આયોજકો સાથે બેઠક : સમગ્ર મામલે રાજકોટમાં ગણેશ મહોત્સવનું આયોજન કરતા જિમ્મી અડવાણીએ પ્રતિભાવ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થયો છે. વરસાદ બાદ પ્રથમ મહોત્સવ એવો ગણેશ મહોત્સવ આવનાર છે. જે અંગે ગઈકાલે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ ગણેશ મહોત્સવનું આયોજન કરતા 10 મોટા આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેમણે કેટલાક સૂચનો કર્યા હતા.

આયોજકોમાં ચિંતા : જેમાં 9 ફૂટથી વધુની મૂર્તિ ગણેશજી ના હોવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે. આ સાથે જ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ના હોવી જોઈએ. આ તમામ સૂચનાઓ આપવામાં આવી છે. જ્યારે પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું ગઈકાલે બહાર પાડવામાં આવેલ છે. પરંતુ મોટા ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો ત્રણ મહિના અગાઉ જ ગણેશજીની મૂર્તિના ઓર્ડર આપી દેતા હોય છે. જ્યારે આ જાહેરનામાંને લઈને ગણેશ મહોત્સવના આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે.

  1. Rajkot News : રાજકોટમાં લોકોની તકલીફો દૂર થતાં ટ્રાવેલ્સ સંચાલકોએ મોઢા મીઠા કરીને ખુશી કરી વ્યક્ત
  2. Ganeshotsav 2023: વડોદરામાં ગણેશોત્સવને લઇ પોલીસના જાહેરનામા અંગે ગણેશ મંડળ આગેવાનો અને મૂર્તિકારોમાં નારાજગી

Ganeshotsav 2023: ગણેશજીની મૂર્તિના ઓર્ડર આપ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.