રાજકોટ આચારસંહિતા(code of conduct) વચ્ચે જુગારધામ ઝડપાયું છે. 41 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી(Jungleshwar area of Rajkot) આ જુગારધામ ઝડપી પાડ્યું છે. જેની સાથે જ 41 જેટલા જુગારીઓની ધરપકડ કરી છે. જોકે એટલે મોટી સંખ્યામાં જુગારીઓ જુગાર રમતા હોય જેની ક્રાઈમ બ્રાન્ચને (Crime Branch Rajkot) બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે જંગલેશ્વર વિસ્તારમાં દરોડો (Jungleshwar area of Rajkot) પાડયો હતો. અને આ તમામ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ તેમને વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને(Crime Branch Rajkot) બાતમી મળી હતી કે જંગલેશ્વર વિસ્તારમાં (Jungleshwar area of Rajkot) નામચીન મહિલા રમાને ત્યાં વરલી ફીચરનો જુગાર રમતો હતો. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ(Crime Branch Rajkot) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી 41 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ જુગારીઓને ક્રાઈમ બ્રાન્ચની પોલીસ હેડ ક્વોટર ખાતે બનેલી નવી કચેરી ખાતે લઈને આવ્યા હતા. એકી સાથે 41 જેટલા જુગારીઓ ઝડપાતા રાજકોટમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
જુગારીઓ બેફામ આચાર સંહિતા દરમિયાન પણ જુગારીઓ બેફામ આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે એવામાં સમગ્ર રાજ્યમાં આચારસંહિતા લાગેલી છે અને ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. તેવામાં રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જુગાર ક્લબ ધમધમી રહી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે 41 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. તેમજ સમગ્ર મામલે ગુનો નોંધી હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વધુ તપાસ કરી રહી છે.