રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસની મહામારી સામે અનલોક-1જાહેર કર્યું છે, ત્યારે એમ ઘણી છૂટછાટ આપવામાં આવી છે. આ છૂટછાટનો ગુનેગારો લાભ લેતા હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને રાજકોટમાં મવડી વિસ્તારમાં ચાલતું જુગારધામ ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.
મવડી વિસ્તારમાં આવેલા શ્રીનાથજી સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમબ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 9 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ સાથે જ ક્રાઇમબ્રાન્ચે 51 હજારથી વધુની રોકડ રકમ ઓન ઘટના સ્થળેથી કબ્જે કરી છે. ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા મોટાભાગના ધારાસભ્યો રાજકોટના અલગ અલગ વિસ્તારના જ રહેવાસીઓ છે.