- એક વર્ષથી બંધ કરવામાં આવીલી વેરાવળ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન ફરીથી શરૂં
- આ ટ્રેન 12 એપ્રિલથી ફરી એકવાર પાટા પર દોડશે
- જીવાદોરી સમાન છે આ ટ્રેન સોરાષ્ટ્રના લોકો માટે
ગીર-સોમનાથ: કોરોનાકાળમાં એક વર્ષથી વઘુ સમયથી બંઘ એવી સૌરાષ્ટ્રની જનતા માટે પ્રવાસ નો એક કાયમી માઘ્યમ બની ગયેલી વેરાવળ-રાજકોટ વચ્ચે અનરિઝર્વ્ડ ટ્રેન તારીખ 12 એપ્રીલથી શરૂં કરવાનો નિર્ણય રેલ વિભાગે કર્યો છે. આ ટ્રેન સવારે 8 વાગ્યે રાજકોટથી ઉપડી બપોરે 12:30 વેરાવળ આવશે. જયારે વેરાવળથી સાંજે 5:35 ઉપડી રાત્રે 10 વાગ્યે રાજકોટ પહોંચશે.
આ પણ વાંચો : પોરબંદર-રાજકોટ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન 04 એપ્રિલથી ચાલુ થશે
વેરાવળ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન શરૂં
નવી ટ્રેન શરૂ થવા અંગે રેલ ડિવિઝનના અઘિકારી માશૂક અહમદએ જણાવ્યું કે, યાત્રીઓની સુવિધા માટે રેલવે દ્વારા વેરાવળ-રાજકોટ વચ્ચે તારીખ 12 એપ્રિલથી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટ્રેન નં.9514/9513 વેરાવળ-રાજકોટ-વેરાવળ દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડશે. ટ્રેન નં.9513 રાજકોટથી દરરોજ સવારે 8:10 વાગ્યે ઉપડશે જે બપોરે 12:30 વાગ્યે વેરાવળ પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં.9514 વેરાવળથી દરરોજ સાંજે 5:35 વાગ્યે ઉપડી તે જ દિવસે રાત્રે 10 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન રસ્તામાં આદ્રી રોડ, ચોરવાડ રોડ, માળીયાહાટીના, કેશોદ, લુશાલા, બંધનાથ, શાપૂર, જૂનાગઢ, વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રિબડા, કોઠારીયા અને ભક્તિનગર સ્ટેશનો પર બન્ને તરફથી રોકાશે. આ ટ્રેન તારીખ 12 એપ્રિલથી આગળની સૂચના સુધી દોડશે. વેરાવળ-રાજકોટ-વેરાવળ (09514/09513) અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનમાં ભાડું મેઇલ-એક્સપ્રેસના અનરિઝર્વ્ડ કોચ જેટલું રહેશે.
આ પણ વાંચો : આનંદો...હવે ટ્રેનમાં બેસવા ટિકિટ રિઝર્વેશન કરાવી નહી પડે
સોરાષ્ટ્રવાસીઓની જીવાદોરી
અત્રે નોંઘનીય છે કે, કોરોનાનું અનલોક થયુ ત્યારથી સૌરાષ્ટ્રવાસીઓ વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેન શરૂં કરવા માંગણી કરી રહ્યા હતા. કારણ કે, નૌકરીયાત, વિઘાર્થી સાથે અપડાઉન કરતા મઘ્યમ અને નાના વર્ગના લોકોને પરવડે તેવા ભાડાથી આ ટ્રેન અગાઉ દોડતી હતી. એક પ્રકારે વેરાવળ-રાજકોટ વચ્ચે દોડતી ટ્રેન મઘ્યમ અને નાના વર્ગના લોકો માટે લાઇફલાઇન સમાન બની ગઇ હતી. જેથી આ ટ્રેન ફરી શરૂ થતા સૌરાષ્ટ્રના મઘ્યમ વર્ગનો પ્રવાસ માટે ભોગવવી પડી રહેલ હાડમારીથી છુટકારો થશે.