મોબાઇલ ફોન પર વાત કરીને OTP પાસવર્ડ મેળવી ફંડ ટ્રાન્સફર કરી બેંકના એજન્ટને રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા સમક્ષ ઓનલાઈન OTP દ્વારા રૂ.9000 /- ના ફ્રોડ થયા અંગે લેખિત રજુઆત કરવામાં આવી હતી. આથી આ પ્રકારના સાયબર ક્રાઈમને લગતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ ખાસ સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે સુચના અને માર્ગદર્શન હેઠળ LCB PI એમ. એન. રાણા તથા PSI એચ. એ. જાડેજા અને તેમના સ્ટાફે બેન્ક તેમજ અન્ય ભોગ બનનાર સાહેદોની પૂછપરછ તથા ટેકનીકલ સપોર્ટ મેળવ્યો હતો.
આ છેતરપીંડી કરનાર 24 વર્ષીય જીત અઘેરા તા.10/05/2018 થી 28/05/2019 નિયો ફિન ન્યુ સોલ્યુશન પ્રા.લી માં નોકરી કરતો હતો. તે નિયો બેન્કના ખાતા ખોલતો હતો. તેણએ વિપુલભાઈ કોકીયા તથા હીતેષભાઈ ગામીના બેંકના ખાતા ખોલ્યા હતા. ત્યારબાદ તેમના એકાઉન્ટમાંથી ઓન લાઇન ફંડ ટ્રાન્સફરની પ્રોસસ કરી તેમના પાસવર્ડ મેળવી ફંડ ટ્રાન્સફર કર્યા હતા. જે મુજબ આશરે 12 હજાર ગ્રાહકોના ખાતામાંથી 1,40,000ની છેતરપીંડીની કબૂલાત કરી હતી. આ બનાવ અંગેના પુરાવાના આધારે શાપર, વેરાવળ પોલીસ સ્ટેશનમાં IPC અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.