ETV Bharat / state

કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ હીરાબાને પાઠવી શ્રદ્ધાંજલિ - PM Modis mother Hiraba pass away

વડાપ્રધાન મોદીના માતૃશ્રી હીરાબાનું અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. ત્યારે દેશભરમાંથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. એવામાં કર્ણાટકના પૂર્વ ગવર્નર તેમજ રાજ્યના પૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળાએ પણ હીરાબાનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી (Former Karnataka Governor Vajubhai Vala pays tribute to Hiraba) હતી.

કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ હીરાબાને પાઠવી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Dec 30, 2022, 2:12 PM IST

કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ હીરાબાને પાઠવી શ્રદ્ધાંજલિ

રાજકોટ: પૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળાએ હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવતા (Former Karnataka Governor Vajubhai Vala pays tribute to Hiraba) કહ્યું કે, હીરાબા નરેન્દ્ર મોદી પરિવારનું એક વટવૃક્ષ હતું. જ્યારે તેમનું અવસાન થતાં આ વટ વૃક્ષ ખસી ગયું હોય તેવી લાગણી પરિવાર હાલ અનુભવી રહ્યો હશે. જે વ્યક્તિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ માટે જે પ્રેમ હતો. તેમજ નરેન્દ્ર ભાઈને જે પોતાની માતા જેટલો પ્રેમ હતો એટલો જ પ્રેમ ગુજરાતની હરેક જનતાને હીરાબા માટે હોય તે સ્વાભાવિક છે.

માતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા હીરાબા: વજુભાઈ વાળાએ (Former Finance Minister) કહ્યું કે, જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી એમને મળવા આવતા ત્યારે એક માતા પોતાના પુત્રને જોઈને તેમને આવકારતા તેમના દુખણા લેતા જે દ્રશ્ય જોઈને આપણને પણ એવું થતું કે ખરેખર એક માતાની લાગણી અને માતાની મમતા કેવી છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હીરાબા હતા. જ્યારે આવા વ્યક્તિના અવસાનથી સમસ્ત લોકોને દુઃખ થાય તે નિર્વિવાદિત વાત છે.

મોદી હીરાબાને મળતા તે દ્રશ્ય અવિસ્મરણીય: જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાત આવતા ત્યારે ત્યારે તેમની માતાને મળવા જતા, તે તમામ દ્રશ્યો આજે પણ આપણી નજર સામે તરી આવે છે. જ્યારે એક પુત્ર પોતાની માતાને મળવા જતો હોય ત્યારે એક નદી સમુદ્રને મળતી હોય ત્યારે એવા વિશાળ દિલવાળા હીરાબાને નરેન્દ્ર ભાઈ મોદી મળવા જાય તે દ્રશ્યો અવિસ્મરણીય છે. જેને લઈને હું હીરાબાને શ્રદ્ધાંજલિ (Vajubhai Vala pays tribute to Heeraba) પાઠવું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.