ETV Bharat / state

કોરોના મહામારી વચ્ચે પૂર્વ કેબિનેટ પ્રધાને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી

પૂર્વ કેબિનેટ પ્રધાન અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જસુમતીબેન સવજીભાઈ કોરાટના જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પ્રસંગે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારી વચ્ચે પૂર્વ કેબિનેટ પ્રધાને અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી

author img

By

Published : Jul 27, 2020, 3:56 PM IST

રાજકોટ: કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે તેને અટકાવવા લોકો તેમજ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો ભીડ વાળી જગ્યા પર જવાનું ટાળી ઘરે રહી નિયમોનું પાલન કરી રહ્યા છે. ઉપરાંત, કોઈ પ્રસંગમાં પણ ઓછા લોકોને બોલાવી ટૂંકમાં જ ઉજવવામાં આવે છે. ત્યારે, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જસુમતીબેન સવજીભાઈ કોરાટના જન્મદિવસ પર લોકોને મહામારીથી બચવા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેતપુર શહેર ભાજપ તેમજ મહિલા મોરચા જેતપુર દ્વારા શહેરના તીનબતી ચોક વિસ્તારમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વધુમાં જસુમતીબેન કોરાટએ જણાવ્યું હતું કે, જે લોકોના માસ્ક જૂના થઈ ગયા હોય તે લોકોને અમે નવા માસ્ક આપીએ છીએ તેમજ જે લોકોએ માસ્ક ન પહેર્યા હોય તે લોકોને ફ્રીમાં વિતરણ કરીએ છીએ કેમકે, અત્યારે આ ખૂબ જ જરૂરી છે. આ સરકાર ગમે એટલું કરે જ્યાં સુધી લોકોમાં સમજૂતી નહીં આવે ત્યાં સુધી આ કોરોના સામે લડત આપવી પડશે. કોરોના સામે લડત આપવા માટે આપણે સૌ સાવચેત અને સાવધાન રહીએ કામ વગર બહાર ન નીકળીયે, તેવો સંદેશો જેતપુરના નાગરિકોને આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.