ETV Bharat / state

ગુજરાતની પ્રથમ ઘટના: લોકડાઉન વચ્ચે ગોંડલની અદાલતે આપ્યો વીડિયો કોન્ફરન્સથી ચુકાદો

ગોંડલ કોર્ટે વીડિયો કોન્ફરન્સથી ચુકાદો આપ્યો હતો. વીડિયો કોન્ફરન્સથી કોર્ટે ચુકાદો આપ્યો હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે. કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે પાડોશીઓ વચ્ચે ખેલાયેલા ખૂની ખેલમાં એકની હત્યા થઈ હતી. જેમાં સંડોવાયેલા અરડોઈના 7 આરોપીઓને અદાલતે ખૂન કેસમાં છોડી મૂકતો હુકમ ફરમાવ્યો છે.

for-the-first-time-in-gujarat-a-gondal-court-ruled-through-a-video-conference
ગુજરાતની પ્રથમ ઘટના: લોકડાઉન વચ્ચે ગોંડલની અદાલતે આપ્યો વીડિયો કોન્ફરન્સથી ચુકાદો
author img

By

Published : Apr 18, 2020, 10:54 AM IST

રાજકોટ: કોટડાસાંગાણી તાલુકા અરડોઈ ગામે રહેતા રતુભાઈ જેસીંગભાઇ પરમારનું મુકેશ બાબુભાઇ ઠેસીયા, તેનો ભાઈ નિતેશ, ગુણવંત બાબુભાઈ ઠેસીયા, બચુ જાદવભાઈ ઠેસીયા, ભરત વલ્લભભાઈ ઠેસીયા, તેનો ભાઈ મહેશ અને રમેશ બાબુભાઈ ઠેશીયા મળીને કુહાડી અને લાકડી મારી હત્યા કરી હતી. જે અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો.

for-the-first-time-in-gujarat-a-gondal-court-ruled-through-a-video-conference
ગુજરાતની પ્રથમ ઘટના: લોકડાઉન વચ્ચે ગોંડલની અદાલતે આપ્યો વીડિયો કોન્ફરન્સથી ચુકાદો

આ કેસ અંતર્ગત ન્યાયમૂર્તિ એચ. પી. મહેતાએ સાહેદો દસ્તાવેજી પુરાવા, મૌખિક-લેખિત દલીલો ધ્યાને લઇ ઉપરોક્ત સાથે આરોપીઓને છોડી મૂકતો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે એડવોકેટ સુરેશભાઈ ફળદુ, બીપી ભટ્ટ, ભુવનેશભાઈ શાહી, કૃણાલ શાહિ, ચેતનભાઈ ચોવટીયા પરેશભાઈ રાવલ તેમજ ગીરીશભાઈ ધાબડીયા રોકાયા હતા.

એડવોકેટ સુરેશભાઈ ફળદુએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટના ડાયરેક્શન મુજબ સમયમર્યાદામાં કેસ પૂર્ણ કરવાનો હતો. બે વખત સમય મર્યાદા વધારવા છતાં પણ કેસ પૂર્ણ થયો ન હતો. 31 માર્ચ સુધીમાં જજમેન્ટ આપી દેવાનું હતું. આ દરમિયાન લોકડાઉન જાહેર થયું હતું પરિપત્રમાં જામીન અને રિમાન્ડ અરજીને અગ્રીમતા આપવામાં આવી હતી.

એક તરફ હાઈકોર્ટનું ડાયરેક્શન હતું અને બીજી તરફ અરજન્સી હતી, બાદમાં કોર્ટ દ્વારા બચાવ પક્ષના વકીલો અને આરોપીઓને હાજર કરાવી વીડિયો કોન્ફરન્સ હોલમાં એપ્લિકેશન લેવામાં આવી હતી. ન્યાયમૂર્તિ વીડિયો કોન્ફરન્સમાં લાઈવ થયા હતા અને ચુકાદો આપ્યો હતો. વીડિયો કોન્ફરન્સથી કોર્ટે ચુકાદો આપ્યો હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.