- મગફળીના ગોડાઉનમાં લાગી આગ
- રાજકોટ અને ગોંડલના ફાયર ફાઈટરો ઘટના સ્થળે
- તિરૂપતિ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં લાગી આગ
ગોંડલ: ઉમવાડા રોડ પર આવેલા તિરૂપતિ ઈન્ડસ્ટ્રીઝના મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. જેને લઈને ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને મગફળીના ગોડાઉનમાં ભભૂકી ઉઠેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગના આ બનાવમાં મગફળીની ગુણો અને ખાલી બારદાન સહિતનો ઘણો જથ્થો બળી ગયો હતો.
આ પણ વાંચો:રાજકોટમાં મોડી રાતે ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં
લાખોના નુકસાનની આશંકા
મગફળીના ગોડાઉનમાં શોટસર્કિટને કારણે અથવા બીજા કારણોસર આગ લગી છે કે નહિં તે દિશામાં ગોંડલ પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.