ETV Bharat / state

રાજકોટ: ગોંડલમાં પશુધનને કતલખાને લઈ જવા બાબતે બે જૂથ વચ્ચે બબાલને લઈને DYSPની પ્રેસ - ગૌસેવકો

ગોંડલમાં પશુધનને કતલખાને લઈ જવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઇ હતી. જેમાં શનિવારે રાત્રે પાંજરાપોળથી લઈ જેલચોક સુધી હથિયારો સાથે જૂથ આમને સામને આવી ગયા હતા.

rajkot
ગોંડલમાં પશુધનને કતલખાને લઈ જવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ
author img

By

Published : May 25, 2020, 8:35 PM IST

રાજકોટ : ગોંડલમાં ગત શનિવારે રાત્રે પશુધનને કતલખાને લઈ જવાતા તેને ગૌસેવકો દ્વારા અટકાવવા જતા બે જૂથ વચ્ચે બબાલ સર્જાઇ હતી. જેના પગલે પોલીસ દ્વારા બંને જૂથ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યા બાદ હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલ સહિતની સામાજિક સંસ્થાઓ દ્વારા મંગળવારના રોજ ગોંડલ બંધના એલાન બાદ શહેરમાં ભારે ઉતેજનાનો માહોલ સર્જાયો છે. બીજી બાજુ પોલીસ તંત્ર દ્વારા બંધના ખોટા મેસેજ ન દોરાવવા જણાવવામાં આવ્યું છે.

ગોંડલમાં પશુધનને કતલખાને લઈ જવા બાબતે બે જૂથ વચ્ચે બબાલને લઈને DYSP ની પ્રેસ
શનિવારની રાત્રે બે જૂથ વચ્ચે તકરાર સર્જાયા બાદ પીએસઆઇ બી.એલ.ઝાલા એ ફરીયાદી બની બે અજાણ્યા ટોળા વિરુદ્ધ રાયોટિંગ સહિત 147, 146, 337,427, 279, 188 GP એકટ 165 મુજબ ગુન્હો નોંધાયો છે. તેમજ સોયબ ખીરાણી, ગુલામ મુસ્તુફા ઉર્ફે શાહરૂખ બાંજા, નાશીરભાઇ ખીરાણી, સીકંદરભાઇ ઉર્ફે સકલો પંજા, શાહરૂખભાઇ મુળીમાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે બીજી તરફ, પોલીસ પ્રશાસન દ્વારા ગૌસેવકો ઉપર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવી હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહીતનાં સંગઠનો તથાં વેપારી મંડળોએ સમર્થન જાહેર કરી ગોંડલ બંધનું એલાન આપવમાં આવ્યું છે. જેની સામે નાયબ પોલીસ અધિકક્ષ પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પોલીસ નિષ્પક્ષ તટસ્થ તપાસ કરી રહી છે. તેમ છતાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. જો કોઈ દ્વારા મંગળવારે બળજબરી પૂર્વક શહેરને બંધ કરવામાં આવશે તો તેઓના વિરુદ્ધ પણ કાનૂની રાહે પગલાં લેવામાં આવશે. ગોંડલ બંધના એલાનના પગલે શહેરભરમાં ગરમાવો વ્યાપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.