રાજકોટ: શહેરના મવડી વિસ્તારમાં હરિઓમ સેન્ટરમાં ઓઠા હેઠળ 3 ઈસમો દ્વારા ગર્ભનું પરીક્ષણ કરવાનું કૌભાડ ઝડપાયું છે.
રાજકોટ SOGને બાતમી મળી હતી. જેના આધારે તેમને પોલીસના મિત્ર મુકતા અને તેમના પતિ મહેશ મૂંધવાને ડમી ગ્રાહક બનાવીને આ સેન્ટર ખાતે મોકલ્યા હતા. જ્યાં ઈસમોએ પ્રથમ મુક્તાબેનને ગર્ભમાં બાળકી છે કે, બાળક તેનું પરીક્ષણ કર્યું અને ત્યારબાદ જો બાળકી હોય તો, તેનો ગર્ભપાત પણ કરાવી આપવાની તૈયારી બતાવી હતી.
ગર્ભ પરિક્ષણના 12 હજાર અને ગર્ભપાતના 20 હજાર થશે તેવું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાને આધારે પોલીસે આ કૌભાંડ આચરનારા 3 ઇસમોને ઝડપી પાડી સોનોગ્રાફીનું મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે અમિન પ્રવિણ થિયાદ, દિનેશ મોહન વણોલ, અવેશ રફિક મન્સૂરીને પોલીસે ઝડપી પાડ્યા છે.