રાજકોટઃ રાજકોટ જિલ્લાના આટકોટમાં આજે શનિવારે સૂર્ય ફરતે વલય સર્જાતા લોકોમાં કૌતુક ફેલાયું હતું. જેને જોવા માટે લોકો આકાશ તરફ નજર રાખી રહ્યા હતા. આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.
લોકોમાં હવે ફરી કુદરતી નવી આફત ઊતરી આવશે એવો ભય ફેલાયો છે. પહેલા સૂર્યગ્રહણ પછી કોરોના ધરતીકંપના આચકા હવે નવીન શું થસે તેવી લોકોમાં ચર્ચા થવા લાગી હતી કે કુદરતી કોઈ નવી આફત તો નહીં આવે ને? જેવા ડરથી લોકો ડરી રહ્યા છે.