- રાજકોટમાં આર્થિક સંકળામણના કારણે પિતાપુત્ર આત્મહત્યાનું પગલું
- પિતાપુત્ર પર દેવું હોવાનું કારણ સામે આવી રહ્યું છે
- રાજકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
રાજકોટ: દિવાળીનો તહેવાર નજીક છે. એવામાં રાજકોટમાં એક પિતાપુત્રએ ઝેરી દવા(Toxic drug) પીને આપઘાત કરી લીધાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટના બસસ્ટેન્ડ(Rajkot Bus Stand) નજીક આવેલ ખોડિયાર ચેમ્બરના બીજા માળે પિતાપુત્રએ સાથે જ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ પણ અહીં પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ(Rajkot Police)ની તપાસમાં પિતાપુત્રએ આર્થિકભીંસમાં આવીને આ પ્રકારનું પગલું ભર્યાનું પણ પ્રાથમિક કારણ બહાર આવી રહ્યું છે. જ્યારે હાલ રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનોને આ મામલે જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
પિતાપુત્ર આર્થિકભીંસમાં આવીને કર્યો આપઘાત
આજે વહેલી સવારે રજપુતપરા વિસ્તારમાં આવેલા ખોડિયાર ચેમ્બર્સના બીજા માળે બે વ્યક્તિઓના મૃતદેહ પડયો હોવાની પોલીસને જાણ કરી હતી. જેને લઇને રાજકોટ એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી મૃતક કોણ છે. તે જાણવાનો પ્રથમ પ્રયત્ન કર્યો હતો. ત્યારે સામે આવ્યું હતું કે મૃતક પ્રતાપભાઈ અરજણભાઈ ભીમાણી અને તેમનો પુત્ર વિજય પ્રતાપભાઈ છે. જેમને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. જોકે હજુ સુધી આપઘાતનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. પરંતુ એવું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આર્થિક ભીંસમાં આવીને બંને પિતા પુત્રએ આપઘાત કર્યો હોઈ શકે છે.
પિતાપુત્ર પર 3 લાખનું દેણું હતું હોવાનું આવ્યું સામે
પોલીસની પ્રાથમિક તપાસમાંએ પણ સામે આવ્યું છે કે મૃતક પ્રતાપભાઈ ભીમાણી અને તેમનો પુત્ર વિજય સહકાર મેન રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતા હતા. જ્યારે બંને પિતા-પુત્રએ રૂપિયા ત્રણ લાખના દેણાથી કંટાળીને આ પ્રકારનું પગલું ભરી લીધુ છે. જોકે ખોડીયાર ચેમ્બરમાં બંને પિતા પુત્રએ આપઘાત કરી લેતા ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. જ્યારે આ બંનેએ ખોડીયાર ચેમ્બરમાં કેમ આપઘાત કર્યો છે જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ સુરતમાં ગ્રાહકો અને વેપારીના 2.42 કરોડના દાગીના લઈ પિતાપુત્ર ફરાર
આ પણ વાંચોઃ રાજકોટના યુવકે દેણું થઈ જતાં પોતાના જ અપહરણનું નાટક રચ્યું