રાજકોટ PGVCLના એન્જીનીયર કુશાલ શાહ પરિવાર સાથે વંથલી માતાજીના દર્શને જતા હતા. તે દરમિયાન જેતપુર નજીક અકસ્માત થતા 0પિતા પુત્રનું મોત થયું છે. જ્યારે ત્રણ જેટલાં લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તને પ્રથમ સારવાર અર્થે જેતપુર અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ કારમાં કુલ 5 લોકો સવાર હતા. જે જૂનાગઢના જિલ્લાના વંથલી ગામે પુત્રી અને જમાઈ સાથે જઈ રહ્યા હતા. તે સમયે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.