રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આના કારણે ખેડૂતોના ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું છે. તો હાલમાં યાર્ડમાં તૈયાર થયેલો પાક પણ પલળી ગયો છે. એટલે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી થઈ છે. જ્યારે હાલ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની વેઠવી પડી છે. ત્યારે આ મામલે ખેડૂતો હવે સરકાર પાસે આશા લઈને બેઠા છે.
આ પણ વાંચોઃ Unseasonal Rain: નવસારીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા, કેરીના પાકને નુકસાનની વકી
ખેડૂતોનો કોળિયો છિનવાયો: આ અંગે રાજકોટના ખેડૂત આગેવાન દિલીપ સખીયાએ ETV Bharatને જણાવ્યું હતું કે હાલમાં રવીપાકની સીઝન છે અને મોસમ પણ ફૂલ બહારમાં છે. તેમ જ હાલમાં કુદરત પણ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છિનવી લેવા માગે છે તેમ કુદરતી આફત આવી પહોંચી છે. હાલમાં ત્રણ સીઝન જોવા મળી રહી છે. આમાં શિયાળો પૂર્ણ થવો અને ઉનાળાની શરૂઆત થવી એવામાં વચ્ચે ચોમાસાનો વરસાદ આવવું. હોળીના તહેવારમાં આવા ત્રણ સિઝનનો માહોલ ખેડૂતો માટે એક આઘાતજનક છે. હાલમાં ઘઉં તૈયાર થઈ ગયા છે એવામાં વરસાદ પડે તો ઘઉં પડી જાય અને ખેડૂતોને હારવેસ્ટિંગનો ખર્ચો વધી જાય છે.
આ પણ વાંચોઃ Unseasonal Rain: વરસાદે બગાડી હોળીની મજા, આયોજકો મૂંઝવણમાં
બાગાયત પાકને હાલમાં ભારે નુકસાનઃ આ અંગે ખેડૂત આગેવાને વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં આ કમોસમી વરસાદના કારણે ખેતરમાં વાવવામાં આવેલા ઝીરું, મસાલા ડુંગળી અને લસણનો પાક છે તેને ભારે નુકસાન થાય છે. હાલમાં મસાલાના પાક આવી રહ્યા છે. આમાં પણ નુકસાની જાય એવી ભીતિ છે. આવામાં હાલમાં ખેડૂતોના યાર્ડમાં પડેલા તૈયાર પાક પણ પલળી ગયા છે, જે મોટી કુદરતી આફત છે. બાગાયત પાકની વાત કરીએ તો, હાલમાં કેરીના વૃક્ષમાં ફૂલ અને તેનો ફાળ પડી જાય તો તેમાં પણ નુકસાની છે. સાથે જ હાલમાં પશુપાલન વિભાગમાં પણ ઢોરનો ખવડાવવા માટેનો ચારો પણ ખૂલ્લામાં પડ્યો છે. આમાં ઘઉંની પલાર અને ચણાનું ખારીયું છે, જે પલળે છે એટલા માટે જ હાલમાં આવેલો કમોસમી વરસાદ ખૂબ જ નુકસાનકારક છે.