રાજકોટ: કોરોના મહમારીનના કારણે લોકો એકઠા થાય તેવા કોઈ પણ ઉત્સવ ઉજવવા આ વર્ષે મુશ્કેલ છે. જેથી શ્રાવણ માસ દરમિયાન ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જે ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હતી તે તમામ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે.
![ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મેળો અને શ્રાવણ ઉત્સવો બંધ રાખવામાં આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02:52:20:1595668940_gj-rjt-02-ghelasomnath-utsav-close-photo-gj10022_25072020142346_2507f_1595667226_334.jpg)
પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે, ત્યારે દર શ્રાવણ માસમાં મંદિરે સાતમ આઠમ, દર સોમવાર તથા અમાસના દિવસે જે મેળો ભરાય છે. તે હાલ કોરોના વાઇરસની મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન મુજબ આ વખતે શ્રાવણ માસમાં મંદિરના દરેક ઉત્સવ તેમજ આખા શ્રાવણ માસ દરમિયાન જે મેળાનું આયોજન કરવામાં આવતું હતું તે આયોજન આ વર્ષે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે.