રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે લોકડાઉન છે, ત્યારે રાજકોટમાં એક ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય મજૂરોની હેરાફેરી કરતી તુફાન ગાડી પોલીસે તપાસ દરમિયાન ઝડપી પાડી છે.
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન આ ગાડી ઝડપાઇ હતી. જેમાં અંદાજિત એક ડ્રાઇવર સહિત 7 લોકો મળી આવ્યા હતા. રાજકોટની ગાંધીગ્રામ પોલીસે GJ-06-HS-6339 નંબરની તુફાન ગાડી કબ્જે કરી ડ્રાઇવર મનુભાઈ જ્યોતિભાઈ સંગાડા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ લોકડાઉન હોવાથી ઘણા બધા મજૂરો અને પરપ્રાંતીયો કામધંધા બંધ હોવાના કારણે પોતના વતન જવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવી રહ્યા છે. જ્યારે બમણા ભાવ પ્રાઇવેટ વાહન ચાલકોને આપીને પણ જીવન જોખમે તેઓ મુસાફરી કરી રહ્યા છે. તેમ રાજકોટમાં આવી ઘટના સામે આવતાં પોલીસ વધુ એલર્ટ થઈ છે.