લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાસમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ઉભો થયો છે. દેશમાં તમામ નાના મોટા પક્ષો પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા ફરી વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પડધરી-ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે.
રાજકોટ લોકસભાની બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેમજ આ બેઠક પાટીદાર મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કડવા પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ અંગે ઇટીવી ભારત દ્વારા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા સાથે રાજકોટ બેઠક અંગે ખાસ વાતચીત કરવામાં આવી હતી.