રાજકોટમાં પડેલા ભારે વરસાદને પગલે તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં ન્યારી-1 ડેમમાં 5.50 ફૂટ, આજી-1 ડેમમાં 3 ફૂટ, ભાદર ડેમમાં 7.87 ફૂટ નવા નીરની આવક થઈ છે. ન્યારી-2 ડેમ ઓવરફ્લો થતા 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ન્યારી-2 ડેમમાંથી 21,230 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ન્યારી-2 ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે ન્યારી 1 પણ ઓવરફ્લો થતા 7 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
રાજકોટને પાણી પૂરું પાડતા ડેમોમાં નવા નીરની આવક થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે હજુ એકવાર સારો વરસાદ રાજકોટમાં થઈ જશે એટલે રાજકોટના જીવા દોરી સમાન આજીડેમમાં ઓવરફ્લો થવાના 6 ફૂટ દૂર છે જે છલકાઇ શકે છે.