રાજકોટ: માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા દ્વારા તાલુકાની સહકારી મંડળીઓના પ્રમુખ સહયોગથી બીપીએલ કાર્ડથી વંચિત રહી ગયેલા લોકો જેમને અન્ય કોઇ સરકારી સહાય મળી નથી. તેવા પરિવાર, વયોવૃદ્ધ એકલવાયુ જીવન જીવતા લોકો માટે 5000 રાશન કીટ તૈયાર કરવામાં આવી છે. જેનું વિતરણ રામનવમીના દિવસથી શરૂ કરવામાં આવ્યું છે.
સરકાર તરફથી આ વર્ગની બજાર સમિતિઓને કોરોના રાહતકાર્ય માટે રૂપિયા 25 લાખ સુધીનું અનુદાન આપવા મંજૂરી આપી છે. જેને અનુલક્ષી બજાર સમિતિ દ્વારા અઢી લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડ માં તેમજ 20 લાખની રાશન કીટ બનવવામાં આવી હતી અને જરૂર જણાય તો વધુ રાશન કીટનું પણ આયોજન કરવામાં આવશે.
રાશન કીટ તૈયાર કરવા માટે બજાર સમિતિના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. તેમજ એક દિવસના પગારની રકમ કોરોના મહામારીના રાહતકાર્યમાં આપી હતી.