રાજકોટ: જસદણ અને આટકોટમાં પોલીસે ડ્રોનથી પેટ્રોલિંગ કર્યું - Rajkot latest news
રાજકોટ જિલ્લાના આટકોટ અને જસદણમાં કોરોનાના કહેર વચ્ચે કેટલાક લોકો દ્વારા જાહેરનામાનો ભંગ કરાતો હોવાની ફરિયાદોને ધ્યાનમાં આવતાં આટકોટ અને જસદણમાં DYSP- PSI સહિતનો પોલીસ સ્ટાફે ડ્રોન ઉડાવી શેરી ગલીમાં ખૂણે ખૂણે ટોળા વળીને બેસતા લોકોની તપાસ હાથ ધરી હતી.
રાજકોટઃ આટકોટ અને જસદણમાં કોરોનાના કહેર વચ્ચે કેટલાક લોકો દ્વારા જાહેરનામાનો ભંગ કરાતો હોવાની ફરિયાદોને ધ્યાનમાં આવતાં આટકોટ અને જસદણમાં DYSP-PSI સહિતના પોલીસ સ્ટાફે ડ્રોન ઉડાવી શેરી ગલીમાં ખૂણે ખૂણે ટોળા વળીને બેસતા લોકોની તપાસ હાથ ધરી હતી. પોલીસ તંત્ર દ્વારા જેવું ડ્રોન ઉડાડવાની શરૂઆત કરવામાં આવી કે તરત જ લોકો તેઓના ઘરમાં જતા રહ્યાં હતા.
જસદણમાં લોકડાઉનને લઈને શહેરમાં કારણ વગર બાઈક લઈને ફરતા 31 બાઇક અને વીંછીયા પોલીસ સ્ટેશનમાં 19 ઇકો ડિટેઇન કર્યા હતા, શ્રમિકો રસ્તા પર ચાલીને વતને જતા હતા તે દરમિયાન શ્રમિકોને રોકીને પૂછપરછ કરતા તેઓ જસદણમાં રામવીજય કોટન મિલના કામ કરતા હતા તેમ જાણવ મળ્યું હતું. જેથી રામવીજય કોટન મિલના માલિક સામે ગુનો નોંધાયો હતો.