ETV Bharat / state

Rajkot Civil Hospital : દારુ પીને દર્દીઓને તપાસનાર ડોક્ટરને ફરજ મુક્ત કરાયા, સરકારને રીપોર્ટ મોકલાયો - ડોક્ટર સાહિલ ખોખર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દારુ પીને દર્દીઓને તપાસતાં પકડાયેલા તબીબના કેસમાં હોસ્પિટલ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવ્યાં હતાં.દારુ પીને દર્દીઓને તપાસનાર ડોક્ટરને ફરજ મુક્ત કરાયા છે. નશાની હાલતમાં દર્દીઓની તપાસ કરનાર ડોક્ટર સાહિલ ખોખર હોસ્પિટલ સાથે 11 માસના કરાર આધારિત ફરજ પર હતાં.તપાસ અંગે સરકારને રીપોર્ટ મોકલાયો છે.

Rajkot Civil Hospital : દારુ પીને દર્દીઓને તપાસનાર ડોક્ટરને ફરજ મુક્ત કરાયા, સરકારને રીપોર્ટ મોકલાયો

author img

By

Published : Feb 11, 2023, 7:17 PM IST

રાજકોટઃ તાજેતરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સાહિલ નામના તબીબ ફરજ પર દારૂ પીને આવ્યાં હતાં. જે મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે સિવિલ હોસ્પિટલના અધિક્ષક દ્વારા આ મામલે તપાસ કમિટી પણ રચવામાં આવી હતી. જેનો રિપોર્ટ સામે આવ્યા બાદ આ તબીબને ફરજ મુક્ત કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે તબીબ સિવિલ હોસ્પિટલમાં નશાની હાલતમાં દર્દીઓની તપાસ કરતાં હતાં.

નશાની હાલતમાં દર્દીઓની કરતા હતા તપાસ : રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા ડો. સાહિલ ખોખર હોસ્પિટલમાં દારૂ પીને દર્દીઓની તપાસ કરી રહ્યાં હતાં. જે અંગેની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે હોસ્પિટલમાં તપાસ કરી હતી તે દરમિયાન ડો સાહિલ ખોખર સાચે જ નશાની હાલતમાં મળી આવ્યાં હતાં. આ સાથે જ તેના લોકરમાંથી પણ દારૂ મળી આવ્યો હતો. જે સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક દ્વારા પણ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચો Rajkot Civil Hospital : રાજકોટ સિવિલમાં દારૂ પીને દર્દીઓની તપાસ કરતો ડૉક્ટર ઝડપાયો

તપાસ કમિટીનો રીપોર્ટ આવ્યા બાદ ફરજ મુક્ત કરાયા : ડોક્ટર સાહિલ ખોખર સિવિલ હોસ્પિટલમાં 11 માસના કરાર આધારિત ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે તે નશાની હાલતમાં ઝડપાતાના રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.એસ પી રાઠોડે આ મામલે તપાસ કમિટીની રચના કરી હતી. ત્યારબાદ તપાસ કમિટી દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરીને રીપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે. જ્યારે આ તબીબને ફરજ મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલતંત્રએ શું કહ્યું : ડોક્ટર સાહિલ ખોખરના નશાની હાલતમાં ફરજ બજાવતાં પકડાયાના કેસમાં લેવાયેલા પગલાં વિશે હોસ્પિટલતંત્ર સાથે વાત કરવામાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. સુરેશ રાઠોડે ETV ભારત સાથેની વાતચીત જણાવ્યું હતું કે આ પ્રકરણમાં કરાર આધારિત તબીબ ડો. સાહિલ ખોખરની સેવાને સમાપ્ત કરી છે અને આ મામલે રિપોર્ટ પણ સરકારને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો Lalit Vasoya Letter: ઝડપાયેલા દારૂનો નાશ કરવાની જગ્યાએ તેમાંથી આવક મેળવો, પૂર્વ ધારાસભ્યે સરકારને લખ્યો પત્ર

ભારે ચકચાર મચી હતી : મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ આવતી હોય છે. એવામાં નશો કરીને તબિયત દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી હતી. જે ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી હતી. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી. અહીં ફરજ દરમિયાન આ તબીબ દારૂ પીધેલી હાલતમાં દર્દીઓની તપાસ કરતો ઝડપાયા હતાં. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે અહીં આવીને તપાસ શરૂ કરી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં તબીબ જ દારૂના નશામાં ફરજ ઉપર આવવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી. નશાની હાલતમાં ઝડપાયલા તબીબ ડોક્ટર સાહિલ 11 માસના કરાર આધારિત ફરજ પર હતાં. છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.