રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં ઔદ્યોગિક વસાહત જામવાડી GIDCમાં કનૈયા મમરા નામે કારખાનું ધરાવતા અને પટેલ સમાજના અગ્રણી એવા રસિકભાઈ મારકણાના કારખાનામાં 150થી પણ વધારે શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે.
![150થી પણ વધારે કારીગરોના પરિવારને રાશન કીટનું કરાયું વિતરણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-04-karigar-family-kit-rtu-gj10022_04042020112947_0404f_1585979987_182.jpg)
કોરોના વાઇરસની મહામારી અને લોકડાઉનના આ કપરા સમયમાં એક પણ કર્મચારીનો પરિવાર ભૂખ્યો ન રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે ઘઉંનો લોટ અને એક પરિવાર દીઠ 8 કિલો શાકભાજી વિતરણ કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત દરરોજ સવારે તમામ શ્રમિકોને નાસ્તો પણ પીરસવામાં આવી રહ્યો છે. સાથોસાથ હ્યુમન ડિસ્ટન્સ જાળવવું મોઢા પર માસ્ક પહેરો તેમજ હાથમાં ગ્લોઝ પહેરવાની સૂચના આપવામાં આવી રહી છે.