ETV Bharat / state

રાજકોટ મનપામાં ફરી વિપક્ષી નેતા તરીકે વશરામ સાગઠિયાના નામની ચર્ચા

રાજકોટ મનપામાં વિપક્ષ નેતા તરીકે વશરામ સાગઠિયાનું નામ ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાની 4 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે બાકીની તમામ બેઠકો પર ભાજપની જીત થઇ હતી. ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા હવે રાજકોટ મનપામાં ભાજપનું શાસન છે.

વશરામ સાગઠિયા
વશરામ સાગઠિયા
author img

By

Published : Mar 14, 2021, 8:53 PM IST

  • રાજકોટ મનપામાં વિપક્ષ નેતા તરીકે વશરામ સાગઠિયાના નામની ચર્ચા
  • મનપાની ચાર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો
  • ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા હવે રાજકોટ મનપામાં ભાજપનું શાસન

રાજકોટ : તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. રાજકોટ મનપાની 72 બેઠક માટે 68 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે મનપાની ચાર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વૉર્ડમાંથી 17 વૉર્ડમાં ભાજપ, જ્યારે 1 વૉર્ડમાં કોંગ્રેસની પેનલની જીતી થઈ છે. આમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા હવે રાજકોટ મનપામાં ભાજપનું શાસન આવ્યું છે.

વશરામ સાગઠિયા
રાજકોટ મનપામાં ફરી વિપક્ષી નેતા તરીકે વશરામ સાગઠિયાના નામની ચર્ચા

આ પણ વાંચો - લોકડાઉન વચ્ચે રાજકોટમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

મેયર સહિતના પદાધિકારીઓની કરવામાં આવી નિમણૂક

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ બે દિવસ પહેલા જ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મેયર પદ પર ડો. પ્રદીપ ડવ, તેમજ ડે. મેયર પદે ડો.દર્શિતા શાહ, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ શાસક પક્ષના નેતા તરીકે વિનુ ધવા અને દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળા પર પસંદગી ઉતારવામાં આવી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના 12 જેટલા સભ્યોની પણ આગામી દિવસોમાં નિમણૂક કરવામાં આવશે. આમ રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થયા બાદ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો - રાજકોટ કોંગ્રેસની ભાજપ નેતાઓ સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગ સહિતનો ગુન્હો દાખલ કરવા માગ

મનપાના વિપક્ષ પદ માટે વશરામ સાગઠિયાનું નામ મોખરે

રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપને 68 બેઠક પર જીત મળી છે. જ્યારે કોંગ્રેસને 4 બેઠક પર જીત મળી છે, એટલે કે મનપા પર ભાજપનું શાસન આવ્યું છે. જ્યારે કોંગ્રેસ વિપક્ષમાં બેસશે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની ભાજપ દ્વારા નિમણૂક કરવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ સુધી વિપક્ષ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે વશરામ સાગઠિયાની વિપક્ષી નેતા તરીકે ફરી પસંદગી કરવામાં આવશે. અગાઉ પણ વશરામ સાગઠિયા વિપક્ષી નેતા તરીકે પદ ભોગવી ચૂકયા છે ત્યારે ફરી વશરામ સાગઠિયાની પેનલ આ ચૂંટણીમાં જીતી હોવાથી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો - રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી : વૉર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલનો વિજય

મનપાના વિપક્ષ નેતાને પણ મળે છે ઘણા લાભ

રાજ્યની અલગ અલગ મહાનગરપાલિકાઓમાં વિવિધ પદાધિકારીઓને અલગ-અલગ સેવાનો લાભ આપવામાં આવતો હોય છે. જેમાં મેયરને કાર તેમજ સરકારી બંગલો રહેવા માટે આપવામાં આવે છે. જ્યારે ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ સરકારી કારની ફાળવણી કરવામાં આવે છે. આ સાથે જ મનપામાં અલગ ઓફિસની ફાળવણી કરવામાં આવતી હોય છે. આવી જ રીતે કોર્પોરેશનના વિપક્ષી નેતાને પણ સરકારી કારની ફાળવણી કરવામાં આવતી હોય છે. આ સાથે જ કોર્પોરેશનમાં અલગ ઓફિસની ફાળવણી કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો - રાજકોટમાં વરસાદી પાણીનો નિકાલ કરતા સમયે વિપક્ષી નેતાને થઈ ઇજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.