રાજકોટ: ધોરાજી નગરપાલિકા દ્વારા મિલકત વેરો નહીં ભરનાર સામે કવાયત શરૂ કરી છે. વેરો ભરવા માટેની નોટીસ આપ્યા છતાં પણ નાગરિકો દ્વારા વેરો નહીં ભરાતા ધોરાજી નગરપાલિકા દ્વારા કડક વલણ શરૂ કરવામાં આવ્યું છે. વેરો નહીં ભરનાર વ્યક્તિને ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રથમ તો નોટીસ આપી જાણ કરે છે. પરંતુ જે નાગરિકો નોટીસ આપ્યા બાદ પણ વેરો નથી ભરતા અને લાંબા સમયનો વેરો ભરવાનો બાકી છે. તેમની સામે કવાયત શરૂ કરીને મિલકત સીલ કરવાના પગલાં લીધા છે.
કવાયત શરૂ કરવામાં આવી: આ અંગે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર જયમાલ મોઢવાડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ધોરાજી નગરપાલિકા દ્વારા બાકીદારો પાસેથી જે વેરો વસૂલવાનો બાકી છે. તેમને વેરો ભરવા માટે તેમજ સમયસર વેરો ભરવા માટેની સૂચનાઓ આપવામાં આવતી હોય છે. આ સૂચનાઓ આપ્યા બાદ પણ ઘણા ગ્રાહકો વેરો સમયસર ભારત નથી. આ વેરો નહીં ભરનારને સૌપ્રથમ વખત નોટીસ આપી જાણ કરી તક આપવામાં આવે છે. પરંતુ નોટીસ આપ્યા બાદ પણ ગ્રાહકો લાંબા સમયનો અને મોટો વેરો ભરતા નથી. જેથી તેમની પર પગલાં લેવાના શરૂ કર્યા છે.
મિલકત સીલ કરવામાં આવી: ધોરાજીમાં કરવેરાના ચુકવણા કરવાના બાકી હોવાથી તેમજ જે નાગરિકોને પોતાનો વેરો નથી ભરેલ તેમને પ્રથમ નોટીસ પણ ઈસ્યુ કરવામાં આવેલી છે. આ નોટીસ દ્વારા જણાવેલ હોવા છતાં પણ આજદિન સુધી ઘણા મિલકતધારકોએ ધોરાજી નગરપાલિકા તંત્રના કરવેરાઓ ન ભરતા કડક પગલાં લીધા છે. ધોરાજીના ઉપલેટા રોડ પણ આવેલ ધ યુનિક હોસ્ટેલ નામના બિલ્ડીંગને નગરપાલિકા કચેરીએ સીલ કરવાની કામગીરી હાથ ઘરેલી હતી. આ નાગરિકનો ચાર લાખ રૂપિયા જેવી અંદાજીત રકમની ભરપાઈ કરી ન હતી. જેથી તેમની મિલકત સીલ કરવામાં આવી છે. અહીંયા હજુ ઘણા ઈસમોએ ધોરાજી નગરપાલિકા કચેરીના કરવેરાઓ ભરેલા નથી. તેની ઉપર પણ કડક કાર્યવાહી હાથ ધરાશે. તેવું નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવેલું છે.