ETV Bharat / state

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને થયો કોરોના - MLA Lalit Vasoya

ધોરાજીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ધોરાજીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 54 કેસ સામે આવ્યાં છે. તેમજ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટ માટેના 70 બેડ માંથી 49 બેડ પર દર્દીઓ જોવા મળ્યા હતા. ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને થયો કોરોના

author img

By

Published : Apr 8, 2021, 10:01 PM IST

  • ધોરાજીમાં 24 કલાકમાં નવા 54 કેસ સામે આવ્યા
  • ધારાસભ્ય લલિત વસોયા પણ કોરોનાની ઝપટે
  • લલિત વસોયાની સાથે સાથે તેના માતા અને પૌત્ર પણ કોરોનાની ઝપટે

રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ધોરાજીના લોકોને વેક્સિન લેવા અને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી હતી. ધોરાજીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા હતા. ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા પણ કોરોનાની ઝપટે આવી ગયા છે. તેમની સાથે તેમના માતા અને પૌત્ર પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના બેકાબૂ, રસ્તા પર દર 4 મિનિટે જોવા મળે છે એમ્બ્યુલન્સ

રાજકોટ રૂરલ પોલીસ દ્વારા 1184 માસ્કનું વિતરણ

રાજકોટ રૂરલ પોલીસ દ્વારા રાજકોટ જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ 188, 269, 270 મુજબના 19 ગુના અને માસ્ક ન પહેરલા હોય તે બદલ નોંધવામાં આવેલા કેસ તથા દંડની રકમમાં જોઈએ તો માસ્કના 144 કેસ અને વસૂલવામાં આવેલી રકમ રૂપિયા 1,44,000 છે, પોલીસ દ્વારા કરવામાં આવેલા માસ્ક વિતરણમાં 1184 માસ્કનું વિતરણ રાજકોટ રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના કેસમાં 24 કલાક દરમિયાન 13 લોકોના મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.