- રેશ્મા પટેલ સહિત NCP ટીમની રાજકોટ પોલીસ દ્વારા ધરપકડ કરી કરાઇ
- રેશ્મા પટેલ સહિત 10ની અટકાયત કરવામાં આવી હતી
- ધરપકડ કરી પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યા
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ NCP પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ તેમજ રાજકોટ NCP ટીમ દ્વારા આજે બપોરે રાજકોટ કલેક્ટરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઝીરો વેઇટિંગ થાય, સાથે ઓક્સિજન અને તમામ મેડિકલ સુવિધા યુદ્ધના ધોરણે દર્દીઓને પુરી પાડવામાં આવે તેમજ રાજકોટ જિલ્લાના છેવાડાના ગામડા સુધી કોવિડના દર્દીને તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આવેદન આપવા જતા હતા. પરંતુ ગુજરાત સરકારના ઈશારે રેશ્મા પટેલ સહિત NCP ટીમની રાજકોટ પોલીસ દ્વારા ધરપકડ કરી પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારીમાં વધુ એકની ધરપકડ
રેશમા પટેલ કોરોનામાં નિષ્ફળ ગયેલી સરકારે દર્દીઓની હત્યા કરી છે
જિલ્લા કલેક્ટરને આવેદન આપે તે પહેલા રાજકોટ NCPના પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલ સહિત 10ની અટકાયત કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ દ્વારા ભાજપ સરકાર પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે, કોવિડમાં હત્યા કરતી ભાજપ સરકાર સામે મારું આંદોલન છે. ભાજપ એજ હત્યાનું કરણ છે, કોરોનામાં નિષ્ફળ ગયેલી સરકારે દર્દીઓની હત્યા કરી છે. હાલ તમામ જગ્યા પર સમીક્ષા બેઠકોના બદલે વ્યવસ્થા કરી હોત તો, આજે આ દિવસો ના આવતો.