ETV Bharat / state

કોરોના ઈફેક્ટ: પેટ્રોલ-ડિઝલમાં સતત ભાવ વધારો છતાં વાહનચાલકોમાં અસર નહિંવત

એક તરફ દેશમાં કોરોનાના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને લોકો વર્તમાન પરિસ્થિતિને કારણે ઘરની બહાર જવાનું પણ ટાળી રહ્યા છે, પરંતુ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે તેની અસર હાલ કોરોનાના કારણે લોકોમાં પણ નહિવત જોવા પણ મળી રહી છે. આ સમગ્ર પરિસ્થિતિનિ અસર કોર્પોરેશન સંચાલિત ચાલતી બસમાં પણ જોવા મળી છે.

પેટ્રોલ- ડિઝલમાં સત્તત ભાવ વધારો છતાં વાહનચાલકોમાં અસર નહિવત

author img

By

Published : Jul 13, 2020, 6:32 PM IST

રાજકોટ: જિલ્લામાં BRTS અને સીટી બસ મહાનગરપાલિકા સંચાલિત છે, ત્યારે લોકડાઉન પહેલા BRTS બસમાં દૈનિક 21 હજારથી 25 હજારની વચ્ચે પ્રવાસીઓ ની સંખ્યા જોવા મળતી હતી. જ્યારે સીટી બસમાં 40થી 45 હજાર પ્રવાસીઓ દૈનિક પ્રવાસ કરતા હતા. બસની આવકની વાત કરવામાં આવે તો લોકડાઉન પહેલા BRTSમાં રોજની રૂપિયા 1 લાખ 35 હજાર રૂપિયાથી લઈને રૂપિયા 1 લાખ 50 હજાર સુધીની આવક નોંધાતી હતી. આવી જ રીતે સીટી બસમાં પણ રોજની અંદાજીત રૂપિયા 3 લાખની આવક થતી હતી, પરંતુ લોકડાઉન થતાં સિટી બસો પણ બંધ રાખવામાં આવી હતી. છેલ્લે 21 માર્ચથી રાજકોટ મહાનગરપાલિકાની લગભગ તમામ બસો બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ 31મી સુધી આ બસો બંધ રહી હતી.

પેટ્રોલ- ડિઝલમાં સત્તત ભાવ વધારો છતાં વાહનચાલકોમાં અસર નહિવત

દેશમાં અનલોક જાહેર થતા બસ 50 ટકા મુજબ શરૂ કરવામાં આવી હતી. જ્યારે બસ શરૂ થઈ ત્યારે શરૂઆતમાં મોટા ભાગે મુસાફરો ખૂબ જ ઓછા જોવા મળતા હતાં, પરંતુ હાલ સીટી બસમાં દૈનિક સાડા સાત હજાર જેટલા પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે. જ્યારે BRTSમાં ચારથી સાડા ચાર હજાર જેટલા યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે. રાજકોટમાં કુલ 90 સીટી બસ છે, પરંતુ 50 ટકા મુજબ હાલ 46 જેટલી બસો અલગ-અલગ વિસ્તારોમાં દોડી રહી છે, કુલ 46માંથી 23 જેટલા રૂટ પર રાજકોટની સિટી બસો દોડી રહી છે. જ્યારે BRTS પણ 10 જેટલી છે તે પણ હાલ ચાલી રહી છે.

રાજકોટમાં લોકડાઉન પહેલાં જેટલો હાલ ટ્રાફિક જોવા મળી રહ્યો નથી. એક તરફ સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે, ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ કરતા હશે, પરંતુ આવું જોવા મળતુ નથી, કારણ કે કોરોનાને લઈને હાલ લોકો જાહેરમાં જતા જોવા નથી મળી રહ્યા અને પોતાના વાહનોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે, પરંતુ રાજકોટમાં હાલ જોઈએ એટલું ટ્રાફિક પણ જોવા મળતું નથી. લોકડાઉન પહેલા રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ જ જોવા મળતી હતી, પરંતુ કોરોનાની મહામારીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આ અંગે રાજકોટ પોલીસના ટ્રાફિક ACP બી.એ ચાવડાએ જણાવ્યું હતું કે હજુ પણ રાજકોટ શહેરમાં કોરોનાના કારણે બહાર નીકળવાનું વાહનચાલકો ટાળી રહ્યા છે. જેને લઇને હાલ રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા નહિવત જોવા મળી રહી છે. જ્યારે ટ્રેનની વાત કરવામાં આવે તો રાજકોટ ડિવીઝન પર દૈનિક 35 જેટલી ટ્રેનોની આવક હતી, પરંતુ કોરોનાને લઈને તમામ ટ્રેનો બંધ રાખવામાં આવી હતી, ત્યારે હજુ પણ આ ટ્રેનો શરૂ થઇ નથી. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મોટું સેન્ટર હોવાના કારણે સૌરાષ્ટ્રભરમાંથી લોકો નોકરી અને કામધંધો રાજકોટમાં ટ્રેન મારફતે અપડાઉન કરતા હતાં, પરંતુ હાલ આ ટ્રેનો બંધ થઈ જવાના કારણે લોકો હાલ ખાનગી વાહનો અને પોતાના વાહનોનો ઉપયોગ કરતા થયા છે. જ્યારે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો થયો છે તેની સીધી અસર આ લોકો પર પણ પડતી જોવા મળતી હોય છે, પરંતુ કોરોનાને લઇને હાલ પેટ્રોલ ડિઝલના ભાવની અસર નહિવત જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.