રાજકોટ : બિપરજોય વાવાઝોડું સાંજના શુમાર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી ગુજરાતની ધરતી પર ત્રાટક્યું છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ગંભીર અસર થઇ રહી છે. બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ પહેલાંથી જ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં દરિયા કિનારાના પર જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. એવામાં કેટલીક જગ્યાએ વીજ પોલ પડવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજકોટમાં પણ ભારે પવન સાથે શહેરનાઆંબેડકર નગરમાં વીજ પોલ ધરાશાઈ થયો હતો. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નહોતી પરંતુ વીજપોલ ધરાશાઇ થતાં વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.
શાળા કોલેજો રહેશે બંધ : બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આવતીકાલે 16 જૂને પણ શાળા કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને પગલે ગત તારીખ 14 અને 15 એમ બે દિવસ રાજકોટ જિલ્લાની તમામ શાળા કોલેજોને બંધ રાખવાની જિલ્લા કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે બીપોર જોયને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલે એટલે કે 16 તારીખે પણ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા શાળા કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
કલેકટર દ્વારા લોકોને અપીલ : વાવાઝોડાની પરિસ્થિતિને લઈને વિદ્યાર્થીઓનું હિત જોખમાય નહીં તેને લઈને શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કામ સિવાય ઘરની બહાર જાળવાનું ટાળવામાં આવે. તેમજ હાલ શહેરમાં તેજ ગતિએ પવન પણ જોવા મળી રહ્યો છે. જ્યારે વહેલી સવારથી જ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
એરપોર્ટ રિઝર્વ રાખવામાં આવ્યું : બિપરજોય વાવાઝોડાને પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા બે દિવસ માટે રાજકોટ એરપોર્ટ પરથી એક પણ પેસેન્જર ફ્લાઈટ ઉડવા માટેની મંજૂરી જાહેર કરવામાં આવી નથી. જ્યારે એરપોર્ટ માત્ર રેસ્ક્યુ ટીમ માટે જ રિઝર્વ રાખવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે બપોરે 12:00 વાગ્યા સુધી પણ રાજકોટ એરપોર્ટ રેક્સ્યું ટીમ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં આગામી સમયમાં વાવાઝોડાની પરિસ્થિતિમાં જો કોઈપણ જગ્યાએ રેસ્ક્યુ ટિમને પહોંચાવી હશે તો રાજકોટ એરપોર્ટનો ઉપયોગ કરી શકાશે.
સ્થળાંતર પ્રક્રિયા ન રાજકોટમાં અંદાજિત 4000 કરતાં વધુ લોકોને રાજકોટની અલગ અલગ જગ્યાએ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના કૃષિ પ્રધાન અને રાજકોટના પ્રભારી મંત્રી એવા રાઘવજી પટેલ રાજકોટની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.