રાજકોટ: ઉપલેટામાં ભારે પવનની સાથે-સાથે મંગળવારે વહેલી સવારે ધોધમાર વરસાદ પણ શરૂ થયો હતો. શહેર તેમજ આસપાસના પંથકની અંદર ધોધમાર વરસાદથી વરસાદી પાણી રોડ રસ્તાઓ પર વહેતા થયા હતા. અહીં ગ્રામ્ય વિસ્તારોની અંદર નદીઓ વહેતી થઈ હોવાના પણ દ્રશ્યો સર્જાયા હતા. ભારે પવનને વરસાદના કારણે ઉપલેટા પંથકમાં નુકસાની થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
'ભારે વરસાદમાં ઉપલેટા શહેરના ખાખીજાળીયા રોડ પર આવેલા વીજપોલ ધરાશાયી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. PGVCL વિભાગના કર્મચારીઓ દ્વારા તુરંત ધરાશાયી થયેલા વીજપોલની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સાથે ઉપલેટામાં વાવાઝોડાની આગાહીના પગલે પીજીવીસીએલ વિભાગ એલર્ટ મોડમાં છે.' -સતીશ પાઘડાર, ઉપલેટા શહેરના નાયબ ઈજનેર
તમામ કચેરીઓમાં કર્મીઓ એલર્ટ મોડમાં: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ગુજરાત સહિત ખાસ કરીને સૌરાષ્ટ્રના તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી રહી છે. ઉપલેટામાં સોમવારે રાત્રિના ભારે પવન શરૂ થયો હતો. વાવાઝોડાની આગાહીને પગલે ઉપલેટા વહીવટી તંત્ર સહિતની તમામ કચેરીઓમાં કર્મીઓ એલર્ટ મોડમાં હોવાનું પણ સામે આવ્યું છે.
'વરસાદના કારણે ઉપલેટા શહેરના કોર્ટ પરિસરમાં આવેલા વૃક્ષોમાં માળો બાંધીને રહેતા પક્ષીઓના માળાઓ વેરવિખેર થઈ ગયા છે. જેમાં અનેક પક્ષીઓ અને બચ્ચાઓના મૃત્યુ થયા છે.આ અંગેની જાણ થતાં જીવ સાર્થક સંસ્થાના સેવકો અને પ્રકૃતિ પ્રેમીઓએ ઇજાગ્રસ્ત પક્ષીઓ તેમજ બચી ગયેલા પક્ષીઓને સ્થળાંતર કરી તેમના માટેની રાહત કામગીરી શરૂ કરી છે. જ્યારે મૃત્યુ પામનાર પક્ષીઓની દફનવિધિ કરવામાં આવશે.' - હિરેન, જીવ સાર્થક સંસ્થાના સદસ્ય
- Cyclone Biparjoy: 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના
- Cyclone Biparjoy: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે વાવાઝોડાની અસર, 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે પવન - અંબાલાલ
- Cyclone Biparjoy: સંભવિત વાવાઝોડા બિપરજોયને લઈને કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ETV BHARAT સાથે વાતચીત