રાજકોટ: રાજકોટ પોલીસ કમિશનર અને મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા જંગલેશ્વર વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ તંત્રને કરફ્યૂ અંગેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ જંગલેશ્વર વિસ્તારના લોકોને જીવનજરૂરી વસ્તુઓ ત્યાં જ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હોવાનું પોલીસ કમિશ્નર દ્વારા જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 29 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 19 જેટલા કેસ માત્ર જંગલેશ્વર વિસ્તારના નોંધાયા છે. આ 29માંથી 8 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જંગલેશ્વર વિસ્તાર માટે વધુ ત્રણ એસઆરપી કંપની અને ઘોડેસવારો ફળવાયા છે. જેને લઈને કરફ્યુનો ચૂસ્ત પણે અમલ કરાવી શકાય.