રાજકોટઃ રાજ્યમાં આજથી વિવિધ હેલ્થ વર્કસ, કોરોના વોરિયર્સ અને ગંભીર બીમારી ધરાવતા સિનિયર સિટીઝોને આજથી કોરોના રસીનો પ્રિકોશન ડોઝ(Precision dose of Senior Citizen Corona ) આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં પણ આજથી વિવિધ હેલ્થ વકર્સ અને સિનિયર સીટીઝનનો આ પ્રિકોશન ડોઝ (Coronavirus Precaution dose)આપવાની શરૂઆત કરાઈ છે. જેમાં રાજ્યના પૂર્વ નાણાપ્રધાન અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ પણ આ કોરોનાનો રસીનો પ્રિકોશન ડોઝ નાના મૌવા આરોગ્ય કેન્દ્ર (Rajkot Mauva Health Center)ખાતે લીધો હતો.
મનપાએ નાના મૌવા આરોગ્ય કેન્દ્રથી કરવી શરૂઆત
દેશભરમાં આજથી પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation) દ્વારા આજથી નાના મૌવા આરોગ્ય કેન્દ્ર ખાતેથી આ પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે મનપાના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહે આ પ્રિકોશન ડોઝ લીધો અને શહેરીજનોને પણ પ્રિકોશન ડોઝ લેવાની અપીલ પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર, મનપા કમિશનર અને આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ SC Hearing On PM Security Breach : SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં 'સુપ્રીમ' કમિટી બનાવાશે
લોકોએ વધુમાં વધુ પ્રિકોશન ડોઝ લેવો જોઈએ: વજુભાઈ
રાજકોટમાં વજુભાઈ વાળાએ પ્રિકોશન ડોઝ લઈને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને હરાવવા માટે પ્રિકોશન ડોઝ લેવો જોઈએ. જ્યારે મે પણ કેન્દ્ર સરકારના નીતિ નિયમો મુજબ કોરોના રસીનો બુસ્ટર ડોઝ લીધો છે. ત્યારે અન્ય લોકોએ પણ પ્રિકોશન ડોઝ લઈને પોતાને કોરોનાથી સેફ કરવાં જોઈએ. રાજકોટમાં અંદાજીત 60 હજાર જેટલા લોકોને કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.