રાજકોટઃ વિશ્વભરમાં કોરોનાનો (corona live update) નવો વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો (Covid Variant BF 7) છે. રાજકોટમાં (rajkot corona case update) પણ એક યુવતી કોરોના પોઝિટિવ એક આવી (girl from Australia was found corona positive) છે. જેને લઇને આરોગ્યતંત્ર દ્વારા યુવતીને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ યુવતીના પરિવાર અને વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા (rajkot corona testing) છે. કોરોના પોઝિટિવ આવેલ યુવતી ઓસ્ટ્રેલિયાથી આવી છે. જેને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે રાજકોટ આરોગ્યતંત્ર ફરી એલર્ટ જોવા મળી રહ્યું (Samples sent to Gandhinagar for other testing) છે.
આ પણ વાંચો ચીનથી આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ; ઓમિક્રોન BF.7ની ચકાસણી માટે રિપોર્ટ ગાંધીનગર મોકલાયો
ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ: રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા જાગનાથ પ્લોટ વિસ્તારમાં વોર્ડ નં.7માં ઓસ્ટ્રેલિયાથી આવેલી એક યુવતી કોરોના પોઝિટિવ આવી (rajkot corona cases) છે. આ યુવતી પહેલા દિલ્હી એરપોર્ટ ઉપર ઉતરી હતી અને ત્યારબાદ રાજકોટ ખાતે આવી હતી. જે દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર હાલ તેના ઘરે દોડી ગયું છે અને તેને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોરોનાના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા (mass testing of corona in rajkot) છે.
રાજકોટમાં કોવિશિલ્ડ વેક્સીનનો જથ્થો પૂર્ણ: હાલ વિશ્વભરમાં કોરોનોના નવા વેરિયન્ટનો હાહાકાર જોવા મળી રહી છે. એવામાં રાજકોટમાં કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો પૂર્ણ થયાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગ પાસે કોવિશિલ્ડ વેક્સિનના જથ્થાની માંગણી કરવામાં આવી છે જેના કારણે રાજકોટ વાસીઓને મોટા પ્રમાણમાં બુસ્ટરડો જ આપી શકાય. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં પ્રિકોશન ડોઝની કામગીરી ફક્ત 23 ટકા જેટલી જ થઈ છે અને હજુ 9 લાખ કરતા વધુ લોકો વેક્સિનના ત્રીજા ડોઝમાં બાકી (mass testing of corona in rajkot) છે.