ETV Bharat / state

રાજકોટ માટે સારા સમાચાર, કોરોનાનો ચોથો દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયો - corona virus news

કોરોના મહામારીમાં અવારનવાર આવતાં મૃત્યુના સમાચારની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટમાં કોરોનાથી પીડિત ચોથા દર્દીને સંંપૂર્ણ સ્વસ્થ્ય જાહેર કરાયો છે. જેથી રાજકોટમાં ખુશીની લહેર વ્યાપી છે.

Rajkot
Rajkot
author img

By

Published : Apr 7, 2020, 1:16 PM IST

રાજકોટઃ રાજકોટમાં ગઈકાલે રાત્રે કોરોનાના ચોથા દર્દીને ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એટલે કે હવે રાજકોટમાં 6 દર્દીઓ અને એક મોરબી જિલ્લાનો દર્દી એમ કુલ 7 દર્દી હાલ સારવાર હેઠળ છે. રાજકોટના રાકેશ હાપલીયા નામના વ્યક્તિને મિત્ર મયુરધ્વજ સિંહ જે દુબઈથી આવ્યા હતા તેમની સાથે સંક્રમણ દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમજ રાકેશના પત્નીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.

બંન્ને પતિ પત્નીને કોરોનાનો ચેપ લાગતા પરિજનોમાં ચિંતા વધી હતી. તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમના 10 વર્ષના પુત્રનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

રાજકોટમાં , કોરોનાનો ચોથો દર્દી થયો સંપૂર્ણ સ્વસ્થ

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા રોયલ પાર્કમાં પંચશીલ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઈને 12 દિવસની સઘન સારવાર બાદ બન્ને કોરોનાના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા હતા. જેને લઈને તેમને ગઈકાલે મોડી સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રાજકોટમાં કોરોનાના 4 દર્દી સજા થતાં રજા આપવામાં આવી હતી. ત્યારબાદ જાગનાથ પ્લોટમાં રહેતા 70 વર્ષ કરતા વધુને વૃદ્ધા અને તેમના પુત્રને પણ બે દિવસ પહેલાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાજકોટના ચોથા દર્દીને પણ સંપૂર્ણ સ્વસ્થ કરીને રજા આપવામાં આવી છે. જો કે, હાલ રાકેશના પત્ની સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.