ETV Bharat / state

કોરોના રસીકરણનો વધુ એક તબક્કો શરૂ, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોનું થશે રસીકરણ

કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તેમજ અન્ય રોગ ધરાવતા લોકોનું રસીકરણ કરવામાં આવશે. શહેરની ખાનગી હોસ્પિટલમાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરના રસીકરણનો બીજો તબક્કો શરુ
કોરના રસીકરણનો બીજો તબક્કો શરુ
author img

By

Published : Mar 1, 2021, 3:37 PM IST

  • કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ
  • 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોનું થશે રસીકરણ
  • હોસ્પિટલોમાં રસીકરણની કરવામાં આવી વ્યવસ્થા

રાજકોટ: મહાનગરપાલિકાએ બીજા તબક્કાના રસીકરણ અભિયાન માટે શરૂઆતના તબક્કે 38 હોસ્પિટલોમાં 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલમાં રસીકરણની કામગીરી કરશે. ત્યારબાદ તેમાં વધારો કરવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઈ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઈને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા 45-59 વર્ષના કોમોર્બીડ સ્થિતી લાભાર્થીને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.

કોરના રસીકરણનો બીજો તબક્કો શરુ

રસીકરણનો બીજો તબક્કો શરૂ થશે

60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 45 થી 59 વર્ષની ઉંમરના અન્ય રોગ ધરાવતા લોકોનું રસીકરણ કરવામાં આવશે. શહેરની 24 સરકારી અને 14 ખાનગી મળી કુલ 38 હોસ્પિટલમાં રસીકરણની કામગીરી સોમવારથી શરૂ થશે. આ રસીકરણ સંદર્ભે સોમવારે સવારે સેન્ટ્રલ ઝોન કચેરીમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે તમામ વોર્ડના વોર્ડ પ્રભારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેમાં વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડમાં રસીકરણની વ્યવસ્થા અને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તેમજ ખાનગી હોસ્પિટલમાં રસીકરણ બાબતે સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

ખાનગી હોસ્પિટલમાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી

રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અનિષ હોસ્પિટલ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, HCG હોસ્પિટલ, જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ, ઓલયમ્પસ હોસ્પિટલ, રાજકોટ કેન્સર સોસાયટી હોસ્પિટલ, સદ્ભાવના હોસ્પિટલ, શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ અને લોટ્સ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.