ETV Bharat / state

કોરોના ઇફેક્ટ: સૌરાષ્ટ્રનો ઐતિહાસિક મેળો યોજવા અંગે સસ્પેન્સ

કોરોનાની મહામારીને કારણે સૌરાષ્ટ્રમાં યોજાતા ઐતિહાસિક મેળો યોજાશે કે કેમ એ અંગે સસ્પેન્સ છે. સતત કોરોના વાઇરસના પોઝિટિવ કેસના વધારાના કારણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત છે. મેળામાં ભીડ થવાને કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ છે. જે કારણે રાજકોટમાં યોજાતો જનમાષ્ટમી (સાતમ આઠમનો) મેળો યોજાશે કે કેમ એ અંગે રહસ્ય અકબંધ છે.

લોકમેળો
લોકમેળો
author img

By

Published : Jun 30, 2020, 5:17 PM IST

રાજકોટઃ જન્માષ્ટમી એટલે કે સાતમ આઠમના તહેવારનું સૌરાષ્ટ્રમાં અનોખું મહત્વ ધરાવે છે. જન્માષ્ટમીના તહેવાર નિમિતે લોકો પરિવાર સાથે 5 દિવસનું મિનિ વેકેશન માણે છે અને મોટાભાગનો સમય પરિજનો સાથે વિતાવે છે. જ્યારે આ તહેવાર દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં લોકમેળો યોજાય છે. આ લોકમેળાની અલગ અલગ માન્યતાઓ છે.

સૌરાષ્ટ્રનો ઐતિહાસિક મેળો યોજવા અંગે સસ્પેન્સ

રાજકોટ કોરોના અપડેટ

  • સક્રિય કેસ- 113
  • કોરોના પરિક્ષણ- 9135
  • સ્વસ્થ થયેલા દર્દી- 123
  • ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 917
  • કુલ મૃત્યુ- 7

રાજકોટમાં દર વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો જન્માષ્ટમી દરમિયાન ભરાય છે. આ મેળો 5 દિવસ સુધી ચાલે છે. રાજકોટમાં યોજાતો મેળો વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવે છે. તેમજ ગત વર્ષે લોકમેળાને ગોરસ મેળાનું નામ આપવામાં આવ્યું હતું. રાજકોટમાં યોજતા મેળામાં દર વર્ષે અંદાજીત 8થી 10 લાખ જેટલા લોકો મુલાકાત કરે છે. જેને લઈને તંત્રને પણ મેળા દરમિયાન તગડી આવક થાય છે.

દર વર્ષે મેળા દરમિયાન ફજત ફાળકા, ચકડોળ, રમકડાં, ખાણી પીણીના 300થી વધુ સ્ટોલની વહીવટી તંત્ર દ્વારા હરરાજી લાખોની કમાણી કરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી પણ સહેલાણીઓ લોકમેળામાં આવવાના કારણે પણ રાજકોટને ઘણો આર્થિક ફાયદો થાય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે રાજકોટમાં લોકમેળો યોજાશે કે નહીં તેને લઈને લોક ચર્ચાઓ જાગી છે. આગામી દોઢ મહિના બાદ સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે. હજૂ પણ દેશમાંથી કોરોના વાઇરસની મહામારી જવાનું નામ નથી લઈ રહી, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં હાલ દૈનિક 400થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યારે રાજકોટમાં પણ કોરોનાના પોઝિટિવ કેસનો આંક 300 સુધી પહોંચવાના આરે છે. એવામાં લોકમેળો યોજવો કે કેમ તે અંગે પણ તંત્ર અસમંજસમાં છે. દર વર્ષે રાજકોટમાં યોજાતા લોકમેળા માટે વહીવટી તંત્ર દ્વારા 2-3 મહિના અગાઉ જ તૈયારીઓ કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે માત્ર દોઢ જ મહિનો સાતમ આઠમના તહેવાર માટે બાકી હોય ત્યારે આ અંગે ઈટીવી ભારત દ્વારા રાજકોટના ડેપ્યુટી કલેક્ટર પરિમલ પંડ્યા સાથે આ અંગે વાતચીત કરી હતી. જેમાં તેમને હાલ મેળો યોજવો કે ન યોજવો તે અંગેની કોઈ ચર્ચા કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું.

આ સાથે રાજ્ય સરકાર સાથે પણ હજૂ આ અંગે કોઈ વાત નહીં થઈ હોવાનું જણાવ્યું હતું. રાજકોટમાં દર વર્ષે યોજાતા લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી અંદાજીત 5થી 10 લાખ લોકો આવે છે. આ વર્ષે દેશમાં કોરોનાની મહામારી હોવાના કારણે વહીવટી તંત્ર પણ દ્વિધામાં પડ્યું છે, સરકાર દ્વારા ધાર્મિક કાર્યક્રમો, મેળાવડો, તેમજ રેલીઓ યોજવી અને જનમેદની એકઠી કરવા પર હાલ પ્રતિબંધ લગાવ્યો છે. જેને લઈને કોરોના વાઈરસનો ચેપ વધુ ફેલાઈ નહીં, જ્યારે લોકો મેળો યોજાય તો લોકમેળામાં પણ લાખોની સંખ્યા જનમેદની આવે છે. એવામાં કોરોના વાઇરસને રોકવો તંત્ર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

હાલ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા પણ દિવસને દિવસે વધી રહી છે. એવામાં લોકમેળો યોજવા અંગેનો નિર્ણય પણ હજૂ સુધી લેવામાં આવ્યો નથી, તેમજ જો લોકમેળો યોજવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોય તો વહીવટી તંત્ર દ્વારા ઓન-કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી હતી, પરંતુ કોરોના વાઇરસના કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળા પર સંકટ તોળાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.