રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મંગળવારે વેસ્ટ ઝોન મનપા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખાસ વિસ્તારના વેપારીઓ અને કોંગી આગેવાનોની માગ છે કે, વિસ્તારમાં હાલ જે અન્ડર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
આ સાથે હાલ બ્રિજની કામગીરીને લઈને જે જાહેર માર્ગો બંધ અથવા ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તેના કારણે પણ હાલ શહેરીજનોને અને વેપારીઓને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. આવા અનેક મુદ્દાઓ સાથે શહેર કોંગ્રેસે વિસ્તારના વેપારીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.