ETV Bharat / state

રાજકોટ મનપા ચૂંટણી: ભાજપમાંથી આવનારા નેતાઓને કોંગ્રેસ ટિકિટ નહીં આપે

author img

By

Published : Dec 16, 2020, 1:23 PM IST

સૌરાષ્ટ્રનું પાટનગર એવા રંગીલા રાજકોટમાં આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે હાલ રાજકોટ મનપામાં વર્તમાન બોડીની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. જેને લઇને મનપામાં વહીવટદારની પણ નિમણુંક કરવામાં આવી છે.

રાજકોટ મનપા ચૂંટણી
રાજકોટ મનપા ચૂંટણી
  • રાજકોટ મનપા ચૂંટણી
  • ચૂંટણીમાં ભાજપના કોઇપણ નેતાને ટિકિટ નહીં
  • પક્ષમાં 5 વર્ષ કામ કર્યા બાદ જ મળશે ટિકિટ

રાજકોટઃ સૌરાષ્ટ્રનું પાટનગર એવા રંગીલા રાજકોટમાં આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે હાલ રાજકોટ મનપામાં વર્તમાન બોડીની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. જેને લઇને મનપામાં વહીવટદારની પણ નિમણુંક કરવામાં આવી છે. જ્યારે મનપાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો એક્ટિવ થયા છે. આજે રાજકોટ શહેર પ્રમુખ અશોક ડાંગરે મહત્વનું નિવેદન આપ્યું છે.

રાજકોટ મનપા ચૂંટણી
ચૂંટણીમાં ભાજપના કોઇપણ નેતાને ટિકિટ નહીં
રાજકોટ શહેર પ્રમુખ અશોક ડાંગરે નિવેદન આપ્યું છે કે, જ્યારે પણ ચૂંટણી આવે છે તેવા સમયે એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓ, કાર્યકર્તાઓ જાય છે, પરંતુ આગામી દિવસોમાં ભાજપમાંથી નારાજ થયેલા કોઈપણ આગેવાનો, નેતાઓ, કાર્યકર્તાઓ કોંગ્રેસમાં આવશે તો તેમને કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડવા માટેની ટિકિટ નહીં આપવામાં આવશે નહીં. અશોક ડાંગરે એવો પણ આક્ષેપ કર્યો છે કે, ભાજપથી નારાજ કેટલાક સ્થાનિક નેતાઓ કોંગ્રેસ તરફથી ટિકિટની માંગણીઓ કરી રહ્યા છે.
પક્ષમાં 5 વર્ષ કામ કર્યા બાદ જ મળશે ટિકિટ
ભાજપમાંથી આવેલા નારાજ નેતાઓ, કાર્યકર્તાઓ અથવા આગેવાનોએ પહેલા કોંગ્રેસ પક્ષમાં 5 વર્ષ સુધી કામ કરવું પડશે અને ત્યારબાદ જો જરૂર જણાય તો કોંગ્રેસ દ્વારા આવા નેતાઓને ચૂંટણી લડવા માટેની ટિકિટ આપવામાં આવી શકે છે. જ્યારે આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા કોંગ્રેસ શહેર પ્રમુખના નિવેદનને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.