રાજકોટ સહકાર મેઈન રોડ પાસે રહેતા કરીયાણા વેપારી અંકિત ભીમાણીએ પોતાની પત્ની વિરૂદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં અંકિત ભીમાણે જણાવ્યું છે કે, "પત્ની એકતા પોતાના સાસરિયા પક્ષથી છુપાઈને જુગાર રમતી હતી. જેમાં તે અંદાજીત રૂપિયા 12 લાખ હારી ગઈ હતી. ત્યારે તેણે તે રકમ ભરપાઈ કરવા માટે ઘરમાંથી દાગીના ચોરી ફાઈનાન્સ પેઢીમાં ગીરવે મૂકીને અડધા પૈસાની ચૂકવણી કરી હતી. જેની ઉઘરાણી કરવા માટે અલકાબેન નામની મહિલા ઘરે પહોંચી હતી. ત્યારે અંકિતને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી."
ઉલ્લેખનીય છે કે, આ ઘટના 3 મહિના પહેલાની છે. પણ બંને પક્ષ વચ્ચે આ મુદ્દે કોઈ સમાધાન થતાં અંકિતે પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.