ETV Bharat / state

Combat In Rajkot: રાજકોટમાં પરિવારના બે જૂથ વચ્ચેના અથડામણમાં દુકાનોમાં કરાઇ તોડફોડ: CCTVમાં ઘટના કેદ

રાજકોટના કરણપરા વિસ્તારના નિવાસી ચાવડીયા અને ગમારા જૂથ પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી આંતરીક બબાલ ચાલતી હતી. આ માથાકુટ દરમિયાન બન્ને જૂથ હથિયાર લઇ રસ્તા પર નીકળી પડતા ચાની હોટેલમાં તોડફોડ (Vandalism in shops by anti-social elements) અને રસ્તામાં પાર્ક કરેલી ગાડીઓનો ધોકા વડે ભુક્કા (Combat In Rajkot) બોલાવી દેવાયા હતા. આ મામલે રાજકોટ પોલીસે (Rajkot police) તપાસ આદરી છે.

Vandalism In rajkot: રાજકોટમાં પરિવારના બે જૂથ વચ્ચેના અથડામણમાં દુકાનોમાં કરાઇ તોડફોડ: CCTVમાં ઘટના કેદ

author img

By

Published : Jan 10, 2022, 5:49 PM IST

Updated : Jan 10, 2022, 7:21 PM IST

રાજકોટ: રંગીલા રાજકોટમાં જાણે પોલીસનું કોઈ અસ્તિત્વ જ નહોય તેવી રીતે જાહેરમાં જ રસ્તા પર અસામાજીક તત્વો દ્વારા દુકાનોમાં તોડફોડ (Vandalism in shops by anti-social elements) કરવામાં આવી રહી છે. શહેરના કરણપરા વિસ્તારમાં આજે સોમવારના પારિવારિક માથાકુટ થતા રસ્તા પર નીકળી ચાની હોટેલ અને રસ્તામાં પાર્ક કરેલી ગાડીઓનો ધોકા વડે ભુક્કા (combat In rajkot) કરી દેવાયા હતા. આ મામલે રાજકોટ પોલીસ (Rajkot police) દ્વારા બે કરતા વધુ શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Vandalism In rajkot: રાજકોટમાં પરિવારના બે જૂથ વચ્ચેના અથડામણમાં દુકાનોમાં કરાઇ તોડફોડ: CCTVમાં ઘટના કેદ

બે પરિવારની માથાકુટ વચ્ચે ચાની હોટેલ અને કારની તોડફોડ કરાઇ

આ માલલે પોલીસની પ્રાથમિક વિગતોમાં ખુલાસો થયો છે કે, ભરવાડ પરિવારના ચાવડીયા અને ગમારા જૂથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી આંતરીક બબાલ ચાલી રહ્યો હતો. જેમાં બે-ત્રણ દિવસ પહેલા છોકરાઓ વચ્ચે કોઇ સામાન્ય વાતને લઇ બોલાચાલી થતા બન્ને જૂથના લોકો ધોકા પાઇપ જેવા હથિયાર સાથે જાહેર રસ્તા પર નીકળી પડ્યા હતા અને રાજશ્રી ટોકીઝ (Rajshree Talkies Rajkot) નજીક આવેલી કનુભાઇ ગમારાની ચાની હોટેલમાં તોડફોડ કરી હતી. આ સાથે બીજા પરિવાર દ્વારા શેરીમાં અને રસ્તાઓ પર પાર્ક કરવામાં આવેલી ગાડીઓમાં ધોકા પાઇપ સાથે તોડફોડ કરી હતી.

ઘટના CCTVમાં થઇ કેદ

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. આ પ્રકારની તોડફોડ કરવાથી આસપાસની દુકાનોના વેપારીઓ પણ ભયના કારણે પોતાની દુકાનો બંધ કરી નાખી હતી. આ ઘટનાની જાણ રાજકોટ ડિવિઝન પોલીસને થતા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

Charas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ

લૂંટ,ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ

Last Updated : Jan 10, 2022, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.