સમગ્ર દેશમાં મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતિ મળી છે. જેને લઈને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપ ફરી એકવાર સત્તા પર આવતા રાજકોટના CNG પમ્પના સમર્થકે CNG ગેસ ફ્રીમાં પુરાવી આપવાની જાહેરાત કરી હતી.
રાજકોટની રામપીર ચોકડી ખાતે આવેલા CNG પમ્પ ખાતે ફ્રીમાં ગેસ પુરી આપવાની જાહેરાતના પગલે મોટી સંખ્યામાં રીક્ષા ચાલકોની ભીડ જોવા મળી હતી. જે સવારના 11થી રાતના11 વાગ્યા સુધીમાં જેટલા પણ સીએનજી રીક્ષા ચાલકો પમ્પ પર આવ્યા તે તમામને CNG ગેસ વિનામૂલ્યે પુરી આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ પેટ્રોલ પમ્પ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા દ્વારા આ પ્રકારની જાહેરાત કરાઈ હતી.