રાજકોટ: રાજકોટમાં એક અનોખી બેંકની સ્થાપના કરવામાં આવી છે. આ બેંકનું નામ છે ચિંતા બેન્ક, અહીંયા જે પણ લોકો આવે છે તે પોતાની ચિંતા જમા કરાવે છે અને સાથે ચિંતા મુક્તિનું વ્યાજ લઈને જાય છે. જ્યારે આ બેંક 8 જાન્યુઆરીના રોજ ખુલ્લી મુકવામાં આવી છે. ત્યારથી અત્યાર સુધીમાં અનેક લોકોની ચિંતા આ બેંક દ્વારા દૂર કરવામાં આવી છે. આ ચિંતા બેંકનું સંચાલન સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સંગઠન દ્વારા કરવામાં આવે છે. જ્યારે બેંકમાં પોતાની ચિંતા મૂકવા માટે આવતા લોકો પાસેથી એક પણ પૈસો પણ લેવામાં આવતો નથી અને તેમની ચિંતા અહીં નિષ્પક્ષ રીતે દૂર કરવામાં આવે છે.
લોકોને આત્મહત્યા કરતા અટકાવવાનો મૂળ હેતુ: રાજકોટમાં ચિંતા બેંકની સ્થાપના કરનાર વિનોદ દેસાઈએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ અમે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સંગઠન ચલાવતા હતા. જેમાં અનેક પ્રશ્નો આવતા હતા પરંતુ લોકોને આ અંગેની જાગૃતિ નહોતી કે આ સંગઠનમાં સમાજના વિવિધ પ્રશ્નોની સાંભળવામાં આવે છે. જેના કારણે અમને ચિંતા બેન્ક શરૂ કરી છે. જ્યારે આ ચિંતા બેંક 8 જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં અનેક લોકોના પ્રશ્નોને અમે હલ કર્યો છે. આ સાથે જ ચિંતા બેંકનો મુખ્ય હેતુ એ છે કે લોકોને આપઘાત કરતા માટે અટકાવવા અને તેમના દુઃખ દર્દોને દૂર કરવા. હાલ રાજકોટમાં જ આ ચિંતા બેંકની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ અને તાલુકા લેવલે પણ આ ચિંતા બેંકની સ્થાપના કરવામાં આવશે.
આ પણ વાંચો Soil Scam: હાઇકોર્ટે ફરી તપાસના આદેશ આપ્યા, 28મી ફેબ્રુઆરી સુધીમાં રીપોર્ટ આપો
અઠવાડિયામાં બે દિવસ ખુલે છે બેંકની પેટી: જે લોકો પોતાના પ્રશ્નોને કોઈને કહી શકતા નથી અને મનમાં મૂંઝાતા હોય છે તેવા લોકો આ ચિંતા બેંકમાં મુકવામાં આવેલી પેટીમાં પોતાની ચિંતા એક ચીઠીમાં લખીને આ પેટીમાં નાખે છે. ત્યારબાદ આ પેટીને અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવારે અને ગુરુવારે ખોલવામાં આવે છે. ત્યારબાદ તેમાં જે પ્રમાણેની ચિઠ્ઠી આવી હોય તે ચિઠ્ઠીઓને વાંચવામાં અને સાંભળવામાં આવે છે અને ત્યારબાદ જે તે વ્યક્તિની ચિંતા દૂર થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. જ્યારે આ ચિંતા બેંકમાં હાલ 100 યુવાનો ગ્રુપ પણ કાર્ય કરી રહ્યું છે. જેની અલગ અલગ સમિતિઓ બનાવામાં આવી છે. જ્યારે જે તે વિભાગના પ્રશ્નો જેમ કે પોલીસ, સરકારી કચેરી, બેન્ક, સમાજના પ્રશ્નો આમ અલગ અલગ સમિતિ દ્વારા કામ કરવામાં આવે છે અને નિરાકરણ લાવવામાં આવે છે.
આ પણ વાંચો International Day of Education : જાણો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસનું મહત્વ, ઈતિહાસ
ચિંતા બેન્ક: રાજકોટમાં ચિંતા બેંકની સ્થાપના કરનાર વિનોદ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભેંસાણ તાલુકામાંથી આવે છે. તેઓ ત્રણ વર્ષની ઉંમરમાં જ પોલિયોના કારણે દિવ્યાંગ થયા હતા. ત્યારબાદ તેઓએ અભ્યાસ કરીને સરકારી શિક્ષકની નોકરી મેળવી હતી અને પોતાના ગામમાં જ એક સ્કૂલ ખોલી હતી. આ સ્કૂલ ખોલ્યા બાદ તેમણે નાણાંની જરૂર પડતા તેમના દ્વારા વ્યાજે પૈસા લેવામાં આવ્યા હતા. જેના કારણે વ્યાજખોરો દ્વારા તેમને અવાર નવાર ત્રાસ આપતા હતાં. આ ત્રાસના કારણે તેમને પોતાની પત્ની સાથે ભેંસાણ તાલુકો અડધી રાતે મૂકવાનો વારો આવ્યો હતો છતાં પણ તેઓએ હિંમત હારી નહોતી અને ત્યારબાદ આજે તેઓએ ચિંતા બેન્ક શરૂ કરી છે. જેમાં તેઓ લોકોના પ્રશ્નોનું સચોટ નિરાકરણ લઈને આવે છે.